Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

“દૃશ્યમ”ના ડાયરેક્ટર નિશિકાંત કામતનું નિધન

લીવર સિરોસિસ બીમારીથી પીડિત નિશિકાંત દોઢ મહિનાથી હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ હતા: હોસ્પિટલે તેમના નિધનની પૃષ્ટિ કરી

હૈદરાબાદઃ ફિલ્મ સર્જક નિશિકાંત કામતનું નિધન થયું છે,તેઓ લીવરની બીમારીથી પીડિત હતા અને દોઢ મહિનાથી હૈદરાબાદનીહોસ્પિટલમાં દાખલ હતા.અગાઉ સવારથી તેમના નિધનના અહેવાલ વહેતા થયા હતા. જેને હોસ્પિટલે તેમના અંગે હેલ્થ બુલેટિન જારી કરી મોતની ખબરોને નકારી કાઢી હતી. સાથે જણાવ્યું હતું કે તેઓ જીવિત છે અને લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર છે.

બોલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વીટ કરી માહિતી આપી કે નિશિકાંત હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તે અંગે હોસ્પિટલ સત્તાધીશો અને રિતેશ દેશમુખે પણ ટ્વીટ કરી કામતની આત્માના શાંતિ માટે કામના કરી હતી.

નિશિકાંત કામતને લીવર સિરોસિસ નામની બીમારી છે. જેના કારણે તેમની તબિયત સતત ગંભીર બનેલી છે. આ બીમારીને લીધે તેઓ 31 જુલાઇથી હૈદરાબાદના ગચીબોવલી ખાતેની એઆઇજી હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમને ક્રોનિક લીવર ડિસીસ અને અન્ય સંક્રમણ અંગેની જાણ થઇ. છે,

 

અગાઉ હોસ્પિટલ બુલેટિનમાં કહેવાયું હતું કે નિશિકાંત કામત (50)ને 31 જુલાઇએ કમળો અને પેટમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નિશિકાંત કામતે અજય દેવગણની હિટ ફિલ્મ દૃશ્યમ અને ઇરફાન ખાનની મદારી સહિત ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમણે જ્હોન અબ્રાહમની ફોર્સ અને રોકી હેન્ડસમ ફિલ્મો પણ બનાવી છે. તેમનો જન્મ મહારાષ્ટ્રામાં થયો હતો. તેમણે 2005માં મરાઠી ફિલ્મ ડોંબિવલી ફાસ્ટ દ્વારા ડાયરેકશની શરુઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મને જ બેસ્ટ મરાઠી ફિચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. બોલીવૂડમાં કામતને 2015માં આવેલી અજયદેવગણ તબ્બુ સ્ટારર સસ્પેન્સ ફિલ્મ દૃશ્યમથી ઓળખ મળી.

નિશિકાંત કામતે એક સારા એક્ટર પણ છે. તેમણે હાથ આને દે, સતચ્યા આત ઘરાત (મરાઠી), 404 નોટ ફાઉન્ડ, રોકી હેન્ડસમ, ડેડી, જુલી-2, ભાવેશ જોશી, જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2016માં આવેલી ફિલ્મ રોકી હેન્ડસમમાં કામતે વિલનની ભૂમિકા ભજવી હતી. હમણા તેઓ દર બદર નામી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. જે 2022માં રિલીઝ થવાની હતી.

(8:54 pm IST)