Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

શ્રીલંકા હવે ભારત સાથેના વેપાર કરારને અપગ્રેડ કરશે :આંતરરાષ્ટ્રીય વેપાર કાર્યાલયની સ્થાપશે

ભારત સાથેના મુક્ત વેપાર કરારને વ્યાપક આર્થિક અને તકનીકી ભાગીદારીમાં રૂપાંતરિત કરશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, શ્રીલંકા હવે ભારત સાથેના મુક્ત વેપાર કરારને વ્યાપક આર્થિક અને તકનીકી ભાગીદારીમાં રૂપાંતરિત કરશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર વાટાઘાટો સાથે વ્યવહાર કરવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર કાર્યાલયની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને ઈન્ટરનેશનલ બિઝનેસ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે

આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ઐતિહાસિક આર્થિક સંકટથી પીડિત શ્રીલંકાને મદદ કરવા માટે 2.9 બિલિયન ડોલરની લોન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની મુશ્કેલીઓ હજુ પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેને જોતા શ્રીલંકામાં વિપક્ષી પાર્ટીએ IMF સાથેના કરારને સંસદના ટેબલ પર મૂકવાની માંગ કરી હતી.

હકીકતમાં, 1 સપ્ટેમ્બરના રોજ, IMF અને શ્રીલંકાના અધિકારીઓ વચ્ચે લગભગ $2.9 બિલિયનની એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) હેઠળ 48 મહિનાની લોન પર સહમતિ થઈ હતી

(9:56 pm IST)