Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

હોલીવુડના સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનએ હરિદ્વારમાં હિંદુ વિધિ પ્રમાણે પોતાના પુત્રનું પિંડદાન કરાવ્યું

તેનો નાનો ભાઈ માઈકલ સ્ટેલોન, તેની પત્ની મિશેલ, રશિયન ફિલ્મ સ્ટાર એલેક્સી અને તેની પત્ની ઓલ્ગા હરિદ્વારના સતી ઘાટ પર સેજનું શ્રાદ્ધ અને પિંડ દાન કર્યું; બધાએ સેજ માટે તિથિ શ્રાદ્ધ પણ કર્યું

હોલીવુડના ફેમસ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને તેના પરિવારને હરિદ્વાર મોકલ્યો હતો અને તેમના પુત્રનું પિંડદાન કરાવ્યું હતું. થોડા વર્ષો પહેલા સિલ્વેસ્ટરનો સાવકો ભાઈ તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે હરિદ્વાર પહોંચ્યો હતો. ત્યાં તેમને હિંદુ વિધિ પ્રમાણે પોતાના પુત્રનું પિંડદાન કર્યું હતું. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

વર્ષ 2012માં સિલ્વેસ્ટરના પુત્રનું અવસાન થયું હતું. આ પહેલા એવા અહેવાલ હતા કે તેમના પુત્ર સેજ સ્ટેલોનનું મૃત્યુ દવાઓના ઓવરડોઝને કારણે થયું હતું. આ પછી ઓફિશિયલ રીતે કહેવામાં આવ્યું કે સેજનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. સેજે ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

 

સિલ્વેસ્ટર તેમના પુત્રના આકસ્મિક અવસાનથી હેરાન થઈ ગયા હતા. સમાચાર મુજબ તેઓ તેમના પુત્રને તેમના સપનામાં જોતા હતા. તેમને લાગતું હતું કે તે ખૂબ જ અસ્વસ્થ છે અને તેનો આત્મા સંતુષ્ટ નથી. તેને રોજ રાત્રે આવા જ સપના આવતા હતા અને તેને બેચેની અનુભવાતી હતી. તેમના નજીકના મિત્રએ તેમને કહ્યું કે હિંદુ ધર્મમાં મૃત્યુ પછી આત્માની શાંતિ માટે ઘણા ઉપાયો છે. તેને એક્ટરને પિતૃ પક્ષમાં આત્માની શાંતિ માટે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ વિશે પણ જણાવ્યું.

આ પછી તેને નક્કી કર્યું હતું કે જેમ ભારતમાં હિંદુ ધર્મના લોકો તેમના પ્રિયજનોને તેમના ગુજરી ગયા પછી પિંડદાન કરાવે છે, તે જ રીતે તેઓ તેમના પુત્ર માટે પણ કરશે. આ દરમિયાન તેને જ્યોતિષી ડો. પ્રતિક મિશ્રાપુરીનો સંપર્ક કર્યો હતો. અહીંથી જ તેમને હિંદુઓની શ્રાદ્ધ વિધિ વિશે જાણવા મળ્યું હતું. આ પછી તેના ભાઈએ તેના પરિવારના અન્ય સભ્યોને હરિદ્વાર મોકલ્યા અને સેજનું પિંડદાન કરાવ્યું હતું.

શાસ્ત્રો મુજબ સિલ્વેસ્ટર તેના પુત્રનું પિંડદાન કરી શકતા ન હતા. તેથી જ સિલ્વેસ્ટર સ્ટેલોન પોતે હરિદ્વાર પહોંચ્યા ન હતા. પરંતુ તેનો નાનો ભાઈ માઈકલ સ્ટેલોન, તેની પત્ની મિશેલ, રશિયન ફિલ્મ સ્ટાર એલેક્સી અને તેની પત્ની ઓલ્ગા હરિદ્વારના સતી ઘાટ પહોંચ્યા હતા. અહીં બધાએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેજનું શ્રાદ્ધ અને પિંડ દાન કર્યું હતું. બધાએ સેજ માટે તિથિ શ્રાદ્ધ પણ કર્યું. આ શ્રાદ્ધ અકાળે મૃત્યુ પામેલા લોકો માટે કરવામાં આવે છે. સેજ તેના પિતા સિલ્વેસ્ટર સ્ટેલોન સાથે 1990ની ફિલ્મ રોકી વી અને 1996ની ફિલ્મ ડેલાઈટમાં જોવા મળ્યા હતા.

(11:01 pm IST)