Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

દુનિયાના બેસ્‍ટ સુપરફૂડ્‍સમાંથી એક છે ‘સરગવો': નાના-મોટા ૩૦૦થી વધુ રોગોને મટાડવામાં છે કારગર

સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્‍ટીઑકિસડન્‍ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો હોય છે જે ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક છે

મુંબઇ, તા.૧૭: સરગવો આપણાં સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્‍ટીઑકિસડન્‍ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો હોય છે જે ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક છે.

જો સરગવાને સુપરફૂડ તરીકે જોવામાં આવે તો તે ખોટું નહીં હોય. વાસ્‍તવમાં આયુર્વેદમાં પણ સરગવાને અમળત સમાન માનવામાં આવે છે. સરગવો એક કે બે નહીં પરંતુ ૩૦૦ થી વધુ રોગોને મટાડે છે.

આપણે આમતો સરગવાનો ઉપયોગ શાકભાજી અને પાંદડાઓનો ઉપયોગ દવા તરીકે કરીએ છીએ. આ સાથે તેના બીજ અને સુકા પત્તામાં કાર્બોહાઇડ્રેટ્‍સ, પ્રોટીન, કેલ્‍શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, સી અને બી કોમ્‍પ્‍લેક્‍સ સારી માત્રામાં જોવા મળે છે. જે આપણા સ્‍વાસ્‍થ્‍ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે સરગવાના પાનથી તમે કયા કયા ફાયદાઓ મેળવી શકો છો.

સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્‍ટીઑકિસડન્‍ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો મળી આવે છે. જે ઘણા રોગોની સારવાર કરે છે.સરગવાના પાંદડામાં એક કે બે નહીં પરંતુ ૪૦ થી વધુ એન્‍ટીઑકિસડન્‍ટ ગુણો હોય છે. જેના કારણે તે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે.

સરગવાના પાંદડા આપણા શરીરને બેડ કોલેસ્‍ટ્રોલથી બચાવવાનું કામ કરે છે. તેના પાંદડામાં ફેટી એસિડ ઓમેગા.૩ જોવા મળે છે.

એન્‍ટિબાયોટિક અને એન્‍ટીબેક્‍ટેરિયલ ગુણોથી ભરપૂર સલગવાના પાંદડા આપણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે. પાચનની સાથે સાથે તે પેટમાં ગેસની સમસ્‍યાને દૂર કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન. સરગવાના પાંદડામાં મળતું એન્‍ટીઑકિસડન્‍ટ ગ્‍લુકોઝના સ્‍તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

(3:52 pm IST)