Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગુલામ નબી આઝાદ બાદ દિગ્ગજ નેતા ડો. કરણસિંહ કોંગ્રેસ છોડશે : ભાજપમાં જોડાવવાના આપ્યા સંકેત

જમ્મુ અને કાશ્મીરના છેલ્લા મહારાજા હરિસિંહના પુત્ર ડો. કરણસિંહે પોતાના પિતાના જન્મદિને સરકારી રજા જાહેર કરવા બદલ મોદી સરકારનો આભાર માન્યો: ડો. કરણસિંહે કહ્યું કે, કોંગ્રેસ સાથે તેમના સંબંધો છેલાં કેટલાક વરસોથી લગભગ ઝીરો છે. છેલ્લાં આઠ-દસ વરસથી કોંગ્રેસ સાથે કોઈ સંપર્ક જ નથી.

નવી દિલ્હી :  જમ્મુ અને કાશ્મીરમાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ વધુ એક દિગ્ગજ નેતા ડો. કરણસિંહે કોંગ્રેસ છોડી દેવાનો સંકેત આપ્યો છે. ડો. કરણસિંહે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના છેલ્લા મહારાજા હરિસિંહના પુત્ર ડો. કરણસિંહે પોતાના પિતાના જન્મદિને સરકારી રજા જાહેર કરવા બદલ મોદી સરકારનો આભાર માન્યો. કરણસિંહે કટાક્ષ પણ કર્યો કે, આ માંગ વરસોથી કરાઈ રહી હતી પણ કોઈને સરકારી રજા જાહેર કરવાનું ના સૂઝ્યું. ડો. કરણસિંહે કહ્યું કે, કોંગ્રેસ સાથે તેમના સંબંધો છેલાં કેટલાક વરસોથી લગભગ ઝીરો છે. છેલ્લાં આઠ-દસ વરસથી કોંગ્રેસ સાથે કોઈ સંપર્ક જ નથી.

ડો. કરણસિંહને દસેક વર્ષ પહેલાં સીડબલ્યુસીમાંથી પડતા મૂકાયા પછી રાજકીય રીતે નિષ્ક્રિય છે. ડો. કરણસિંહ છેક 1967થી કોંગ્રેસમાં છે એ જોતાં કોંગ્રેસ છોડશે તો વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર પડશે. રાજપૂત સમાજ ડો. કરણસિંહને બહુ માન આપે છે તેથી ભાજપને ફાયદો થશે. સિંહના પુત્રો અજાતશત્રુ અને વિક્રમાદિત્ય પણ રાજકારણમાં છે.

(1:05 am IST)