Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

એન્ટાર્કટિકામાં 800 વર્ષ જુના પેગ્વિન મમી મળ્યા

આ પેંગ્વિનના અવશેષોનું કાર્બન ડેટિંગ થતા 800 થી 5000 વર્ષ જુના જણાયા

નવી દિલ્હી :બરફથી આચ્છાદિત એન્ટાર્કટિકામાં ઇટાલિયન બેસ જુકેલી સ્ટેશન પાસે સ્ટડી કરતા સંશોધકોને સ્કોટકોસ્ટ પાસે પેગ્વિન કોલોની મળી આવેલી તે સદીઓ જુની છે. અહીં ઘણાં બધા પેગ્વિન મમી મળી આવ્યા છે. આ અંગેના સ્ટડીની શરુઆત વર્ષ દક્ષિણ એન્ટાર્કટિકાના કેપ ઇરીઝરમાં થઇ હતી. 2016માં અમેરિકાની યૂનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના ડૉ. સ્ટીવન એમ્સલી એન્ટાર્કટિકા તે સ્થળે પહોંચ્યા ત્યારે સેંકડો કંકાલ જોવા મળ્યા હતા. આ જોઇને સ્ટીવનને અહીં કશુંક છુપાએલું છે એ સમજતા વાર લાગી ન હતી.આમ જોવા જઇએ તો એન્ટાર્કટિકાના સૂકા વિસ્તારમાં કંકાલ મળવા મુશ્કેલ હોય છે.

એડિલી નામના પેંગ્વિન હયાત હોય ત્યારે જ આ શકય બને છે. ત્યાર બાદ હવે ધ્યાનમાં આવ્યું છે કે પેંગ્વિન કોલોની અમૂક વર્ષ નહી પરંતુ હજારો વર્ષ જુની છે. આ પેંગ્વિનના અવશેષોનું કાર્બન ડેટિંગ થતા 800 થી 5000 વર્ષ જુના જણાયા છે. એડિલી પેંગ્વિન પોતાના માળા તૈયાર કરવા માટે કંકરનો ઉપયોગ કરે છે. ત્યાર પછી સ્ટીવને પેંગ્વિનની વિષ્ટા અને સડી ગયેલી પાંખ પણ ધ્યાનમાં આવી હતી. શરીર પણ જાણે હવે સડી રહયું એમ જણાતું હતું.

પેંગ્વિનની વિષ્ટા, પાંખ, કંકાલ અને પથ્થર સદીઓથી બરફની નીચે જ દબાયેલા હતા. તાપમાન નીચું ઉતરવાથી ફાસ્ટ આઇસ સીટ બની હશે. આ આઇસ સીટ ગરમીના સમયમાં પણ રહે છે. આથી જ તો આ સ્થળે રહેતા પેંગ્વિન માટો કોલોની બનાવવી શકય હશે નહી. એન્ટાર્કટિકામાં બરફ પિગળવાથી અને સમુદ્રની સપાટી વધવાથી પેંગ્વિન બીજા સ્થળ શોધવા મજબૂર બન્યા હશે. આ અંગેનું સંશોધન જર્નલ જિયોલોજીમાં પ્રકાશિત થયું છે.

(12:21 pm IST)