Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

તમામ વર્ગને પોસાય તેવા ભાવે ચાઇનાનો વેપારી સાથે કરાર

બૂટ-ચંપલથી લઇ ચશ્મા, ફર્નિચર અને રમકડામાં ચાઇનાનું પ્રભુત્વ

સૂના હૈ, સરહદ પર તનાવ હૈૅ : ચાઇના પ્રોડકટના બહિષ્કારની વાત માત્ર પોકળ : બાયકોટ ચાઇનાઃ દેશના અનેક લોકોએ ચીની પ્રોડકટની તોડફોડ કરીને ઉપયોગ નહીં કરવાનો નિરધાર કર્યો હતો

નવી દિલ્હી,તા. ૧૭: ભારત સરહદે ચાઈના સાથે ચાલી રહેલા તનાવને લઈ ચાઈનાની અનેક મોબાઈલ એપ્લિકેશનો કેન્દ્ર સરકારે એકાએક બંધ કરી દીધી હતી, તો ચીની પ્રોડકટનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવો, તેવું સૂત્ર અપનાવાયું હતું. જે બાદ દેશમાં અનેક લોકોએ ચીની પ્રોડકટની તોડફોડ કરી હતી, તો તેનો ઉપયોગ નહીં કરવા નિર્ધાર કર્યો હતો. તદ્ ઉપરાંત દરેક પ્રોકટર પર મેડ ઈન ઈન્ડિયા લખવા પર કેન્દ્ર સરકારે ભારે મૂકયો હતો, પરંતુ આ ધમાસાણ વચ્ચે આજે પણ બજારમાં ચાઈનાનું જબરજસ્ત વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. સ્વદેશી સામે ચાઈના પ્રોડકટ સસ્તી અને તમામ વર્ગને પોસાઈ તેમ હોવાથી લોકો તેની તરફ આકર્ષાય છે અને તેના કારણે આજે મોબાઈલ ફોન્સ, ફ્ટાકડા, રમકડાં, ચરમા, દોરી, મિસ્ત્રી કામના ઓજાર, પાણીની સબ મર્સિબલ મોટર, ગુબ્બારા, બૂટ-ચંપ્પલ, તેયાર ફર્નિચર, કર્નિચર બનાવવા ઉપયોગમાં લેવાતું હાર્ડવેર, ડેકોરેટીવ પ્રોડકટ, પીવીસી કારપેટ, દવાના રો-મટિરિયલ, ઝુમ્મર અને લાઈટો માટે વેપારીઓને ચાઈના પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.

ફટાકડા :ઉત્ત્।રાયણની જેમ દિવાળીમાં પણ ભારતીયો ફટાકડાની પાછળ લાખો રૂપિયાનું આંધણ કરે છે. તેની નાડ પણ ચાઈનાએ પારખી લીધી હતી. તેથી ધીરે રહીને ચાઈનાએ ભારતના બજારોમાં ફટાકડા ઘુસાડ્યા કોઠી,ચકેડી કે અન્ય નતનવી આઈટમો કયારે ફાટે તેની ગેરટી નહીં ચાઈનીઝ ફટાકડાના કારણે દાઝી જવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ તે ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી હતી. છતા બજારમાં ચાઈનીઝ કટાકડાઓની માગમાં ઘટાડો થયો નથી.

શૂઝ-મોજાઃ બ્રાન્ડેડ કંપનીઓના શુઝ બજારમાં જે ૫ થી લઇને ૧૦ હજાર રૂપિયા સુધીમાં વેચાય છે, તે જ કપનીના ડુપ્લીકેટ ન અને તેનાથી આકર્ષક શુઝ ચાઈનાએ સસ્તા ભાવે ભારતીય માર્કેટમાં ઘુસાડી દીધા છે. બ્રાન્ડેડ કંપનીએ તૈયાર કરેલા શુઝ એક વખત જોઈએ તો ઓરીજનલને પણ ગ્રાહક નકલી કહી દે. તેવું ફિનીસીંગ અને ડિઝાઇન સાઈનીઝ શુઝની હોય છે. તેની કિંમત પણ બ્રાન્ડેડ કંપનીની કિંમત કરતા અડધી હોય છે. આવી જ રીતે ચાઈનાએ ચમ્પલ અને મોઝા ઘુસાડી દીધા છે.

ફર્નિચરઃ પહેલા નક્કર લાકડામાંથી બનતા ફનિચરને એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવુ હોય તો નાકે દમ આવી જતો હતો. પરંતુ ચાઈનાએ તેનો પણ વિકલ્પ શોધી કાઢી વજનમાં એકદમ હલકું અને આકર્ષણ ફર્નિચર બજારમાં મુકયું. આ ઉપરાંત અન્ય હોમ મેઈડ વસતુઓ પણ ચાઈનાએ બજારમાં મુકી છે. જેથી મોટાભાગના વેપારીઓ. બિલ્કરો, આર્કિટેકટ ચાઈનાથી જ ફર્નિચર લાવે છે, તો ફર્નિચર બનાવવા માટેના ઓજારો પણ ચાઈનાથી મોટા પ્રમાણમાં દેશમાં ઠાલવામાં આવે છે.

લાઇટ : દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના ઘરને વધુ આકર્ષક બનાવવા નવા નવા પ્રકારની લાઈટીંગોથી સજાવેછે. આ લાઈટીંગોનો પણ કરોડો રૂપિયાનો કારોબાર છે. જે જાણી લીધા બાદ ચાઈનાએ તેમાં પણ પગ પેસારો કર્યો. આજે ભારતના બજારોમાં સૌથી વધુ અવનવી પ્રકારની લાઈટો દેખાય છે, તેમાં મોટાભાગની ચાઈના બનાવટની છે. આ ઉપરાંત એલ.ઈ.ડી લાઈટો. ડેકોરેટીવ પ્રોડકટ અને ઝુમ્મરો પણ ચાઈનાએ ભારતના બજારમાં ઘુસાડી દીધાં છે.

ઘડિયાળઃ રોલેકસ, કાર્ટિયર, રાડો, ટોમી અને ટિશોટ જેવી બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોની પણ આબેહુબ નકલ કરી બજારમાં ઘુસાડી દીધી છે. આ બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોની કિંમત હજારો અને લાખો રૂપિયામાં જાય છે, પરંતુ ચાઈના મેઈડ (કોપી) આ બ્રાન્ડેડ ઘડિયાળો રૂ. ૧ હજારથી લઈ ૧૫ હજાર સુધીમાં (કવોલીટી) પ્રમાણે મળી જાય છે. આજે પણ મુંબઈ અને દિલ્હીમાં કોપી માર્કેટની સૌથી વધુ બોલબાલા છે.

ગુબ્બારા : ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયા બાદ ચાઈનાએ તેનો પણ વિકલ્પ શોધી લીધો. ખાસ ઉત્ત્।રાયણના તહેવારને ધ્યાનમાં રખી ચાઈનાએ વિવિધ પ્રકારના નાના- મોટા ગુબ્બારા બનાવી ભારતના બજારમાં ઘુસાડી દીધા. આ ગુબ્બારા દેખાવમાં સુંદર અને કિંમતમાં પણ બધાને પરવડે તેવા હોવાથી થોડા સમયમાં જ ગુબ્બારાનો શોખ લોકોના દિમાગ પર છવાઈ ગયો. છેલ્લા ચાર - પાચ વર્ષથી તો એવી પરિસ્થિતિ છે કે, મોડીસાંજ પછી આકાશમાં પતંગ કરતાં ચાઈનીઝ ગુબ્બાઓનું સામ્રાજય વધુ જોવા મળે છે.

રમકડા : વર્ષો પહેલા બાળકો માટે રમવા માટેના રમકડા મર્યાદિત હતા. બેબી ડોલ, પ્રાણીઓ, પાવરથી ચાલતી નાની-મોટી કાર, મખમલી કપડાંમાંથી તૈયાર કરેલા ઢીગલા- ઢીંગલીઓ. પ્લાસ્ટીકની બંદુકો વગેરે. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષમાં રમકડાના બજારમાં પણ ચાઈનાએ જબરજસ્ત વર્ચસ્વ જમાવી દીધુ છે. આજે મોલ કે મોટી દુકાનમાં ચાઈનીઝ રમકડા ન મળે તો જ નવાઈ. ચાઈનાએ લોકોની કલ્પના બહારના રમકડાં આજે બજારમાં સસ્તા ભાવે મુકી દીધા છે અને તેની માંગ પણ વધુ છે.

મોબાઈલઃ ચાઈના ઘડિયાળની જેમ કોઈ પણ ફોનની કોપી કરવામાં પણ માસ્ટરી ધરાવે છે. આઇફોન અને વરસ્યું કંપનીના ફોન અન્ય મોબાઈલ ફોનની સરખામણીએ મોંઘા આવે છે. જેથી જે લોકોને મોંઘા ફોન પરવડતા નથી અને તેમને સ્માર્ટ ફોનનો શોખ પુરો કરવો છે. તો તેમની માટે પણ ચાઈનાએ આબેહુબ કોપી ફોન બનાવ્યાં છે, જે ફોન સામાન્ય રીતે દરેક બજારમાં આસાનીથી રૂપિયા ૧૦ થી ૧૫ હજારમાં મળી જાય છે.

દોરી : આ ધંધામાં આંધળી કમાણી જોઈ ગયેલા ચીની ડ્રેગને ગુજરાતમાં દોરીના માર્કેટને કેપ્યર કરી લેવા ૭ પગપેસારો કર્યો. તેણે અન્ય કંપનીનીઓની દોરીની સરખામણીએ પાતળી અને અને ટકાઉ દોરી સસ્તામાં વેચવાનું શરૂ કયું. ધીરે-ધીરે આ દોરીનું વળગણ પતેગ રસિયાઓને એવું વળગ્યું કે, ચાઈનીઝ દોરીએ રાજયમાં ધરમ મચાવી દીધી. પરતુ આજ ચાઈનીઝ દોરી લોકો માટે જાનલેવા સાબિત થવા માંડી આ દોરી ગળામાં ભરાઈ જાય તો ભાગ્યે જ વાહન ચાલકનો બચાવ થતો.

(3:29 pm IST)