Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી: દ્રાસમાં પારો માઈનસ 26 :ગુલમર્ગમાં તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ

જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષાની સંભાવના: હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા: 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું

જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 ડિગ્રી જયારે ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે

 . હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું.

(12:29 am IST)