Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 30-દિવસ રાહ જોવાની જોગવાઈને કેરળ હાઈકોર્ટમાં પડકાર : 30 દિવસનો સમયગાળો દર્શાવતી કાયદાની કલમ 5 મનસ્વી,ગેરબંધારણીય, અને ભેદભાવપૂર્ણ હોવાની દંપત્તિની રજુઆત :કપલ પૈકી એકને મસ્ક્ત જવાનું હોવાથી 19 જાન્યુઆરી, ગુરુવારે આદેશ આપવાનો નામદાર કોર્ટનો નિર્ણય

કેરળ : કેરળ હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 (અધિનિયમ) હેઠળની જોગવાઈને પડકારતી એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ઈચ્છિત લગ્નની નોટિસ સબમિટ કર્યા પછી લગ્નની નોંધણી માટે 30 દિવસની રાહ જોવાની અવધિ ફરજિયાત હોવાની જોગવાઈ બંધારણની કલમ 14 અને 21નું ઉલ્લંઘન હોવાની રજુઆત કરાઈ છે.

આજે આ મામલાની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ વીજી અરુણે કહ્યું કે ભલે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કોર્ટ દ્વારા વિચારણા જરૂરી હોય, પરંતુ નોંધપાત્ર સુનાવણી કર્યા વિના કોઈ વચગાળાની રાહત આપવી શક્ય નથી.

એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસનો સમયગાળો નિર્ધારિત કરતા કાયદાની કલમ 5 ગેરબંધારણીય, મનસ્વી, ભેદભાવપૂર્ણ અને બંધારણની કલમ 14 અને 21નું ઉલ્લંઘન છે.

કપલ પૈકી એકને 24 જાન્યુઆરીએ કામ માટે મસ્કત પરત ફરવાનું હોવાથી, તેઓએ 30 દિવસની રાહ જોયા વિના 2 દિવસમાં એક્ટની કલમ 8 મુજબ નોટિસ અંગે લગ્ન અધિકારીને તપાસ કરવા માટે લગ્ન અધિકારીને નિર્દેશ આપવા માટે કોર્ટનો સંપર્ક કર્યો અને 23 જાન્યુઆરી પહેલા લગ્નની નોંધણી કરી દેવા અનુરોધ કર્યો .
 

આ મામલાની સુનાવણી કર્યા બાદ જસ્ટિસ વીજી અરુણે કહ્યું કે તેઓ 19 જાન્યુઆરી, ગુરુવારે આદેશ આપશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:06 am IST)