Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શનિનું રાશિ પરિવર્તનઃ સારા -નરસા પરિણામો આપશે

તમામ ગ્રહોમાં ન્‍યાયાધીશ ગણાતા શનિનો અનુરાધા નક્ષત્રમાં કુંભ રાશિમાં પ્રવેશ : કર્ક અને વૃશ્ચિક રાશિને શનિની નાની પનોતી જ્‍યારે મકર, કુંભ અને મીનની મોટી પનોતી રહેશે

મુંબઇ,તા. ૧૮: જયોતિષશાષા પ્રમાણે તમામ ગ્રહોમાં ન્‍યાયાધીશ ગણાતા એવા શનિદેવનું રાશિ પરિવર્તન થવાની સાથે જ વિવિધ રાશિ જાતકોને સારા-નરસા પરિણામો આપશે. શનિદેવે અનુરાધા નક્ષત્રમાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન કર્ક અને વૃヘકિ રાશિની નાની, જયારે મકર, કુંભ અને મીન રાશિની મોટી પનોતી રહેશે. શનિદેવનો કુંભ રાશિમાં પ્રવેશ થતાની સાથે જ વિવિધ રાશિ જાતકો માટે અલાયદું ફળ આપશે એવો મત જયોતિષીએ આપ્‍યો હતો.

જયોતિષશાષા પ્રમાણે વિવિધ ગ્રહો પૈકી શનિદેવની પનોતી સૌથી આકરી ગણવામાં આવે છે. શનિની સાડા સાતી પનોતી ચિંતાજનક માનવામાં આવે છે. દરમિયાન શનિદેવે રાશિ પરિવર્તન સાથે જ વિવિધ રાશિ જાતકોની ચિંતા વધારી દીધી છે. ગત ૧૨ જુલાઇ-૨૦૨૨ના રોજ શનિદેવે મકર રાશિમાં વક્રગતિથી પ્રવેશ કર્યો હતો. જયારે હવે પોષ વદ-૧૦ના મંગળવારે ૧૭ જાન્‍યુઆરીએ સાંજે ૫.૫૦ વાગ્‍યે શનિદેવે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ચંદ્ર વૃヘકિ રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં હશે. પનોતી છે તેમ સાંભળવાથી ઘણા માણસો વહેમાય છે, પરંતુ તેમ નથી. સાડાસાતી કે નાની પનોતી ઘણા માણસોને લાભ પણ આપે છે. તેનો નિર્ણય ગ્રહસ્‍થિતિ ઉપરથી થઇ શકે છે. સામાન્‍યપણે એક પરિવારના તમામ માણસોને એક વ્‍યક્‍તિને ચાલતી પનોતી નડે છે. ભાગીદારોને પણ તેમજ સમજવું. તે કિસ્‍સામાં દક્ષિણાભિમુખી હનુમાનની ઉપાસના કરવી. શંકર ભગવાનની રૂદ્રી, ચંડીપાઠ કરાવવા તેમજ કાળા વષાનું દાન કરવું.

 

પાંચ રાશિ માટે પનોતી કેવી રહેશે

 કર્ક રાશિ માટે નાની પનોતી રૂપાના પાયે હોય લક્ષ્મીદાયક સાબિત થશે

વૃશ્વિક રાશિ માટે નાની પનોતી સોનાના પાયે હોય ચિંતાદાયક રહેશે

મકર, કુંભ અને મીન રાશિ માટે મોટી પનોતી છે. મકર રાશિ માટે મોટી પનોતીનો ત્રીજો તબક્કો પગેથી સોનાના પાયે પસાર થાય છે અને ચિંતાદાયક રહેશે

કુંભ રાશિ માટે મોટી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છે અને છાતીએથી પસાર થતી હોય લક્ષ્મીદાયક રહેશે

મીન રાશિ માટે મોટી પનોતીનો પહેલો તબક્કો રૂપાના પાયે છે, માથેથી પસાર થાય છે અને તે લક્ષ્મીદાયક રહેશે

(10:29 am IST)