Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

એસ્‍ટોન ટેક્‍સટાઈલનો ચોખ્‍ખો નફો ૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં વધીને રૂ.૧૧.૩૯ કરોડ થયો

નવી દિલ્‍હી, તા.૧૮: એસ્‍ટોન ટેક્‍સટાઈલ્‍સ (ઈન્‍ડિયા) લિ.એ નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્‍ખા નફા અને કુલ આવકમાં અનેક ગણી વળદ્ધિ નોંધાવી છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૧૧.૩૯ કરોડનો ચોખ્‍ખો નફો કર્યો છે જ્‍યારે નાણાકીય વર્ષ ૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીને રૂ. ૧ લાખનું ચોખ્‍ખું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ ૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં કંપીની કુલ આવક રૂ. ૧૪.૨૫ કરોડ થઈ હતી, જેમાં કંપીનીના ઓપરેશન્‍સમાંથી રૂ. ૩.૨૫ કરોડની આવક થઈ હતી અને અન્‍ય આવકનું યોગદાન રૂ. ૧૧ કરોડ હતું.

કંપનીએ ૧૬મી ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં પ્રત્‍યેક રૂ. ૧ના ઈક્‍વિટી શૅર્સના ૧૧૪.૭૩ કરોડના બોનસ  ઈક્‍વિટી શૅર્સની ફાળવણી કરી હતી. આ ફાળવણી ફુલ્લી પેઈડ બોનસ ઈક્‍વિટી શૅર્સ તરીકે ૯:૧ના રેશિયોથી પ્રત્‍યેક રૂ.૧ના પ્રત્‍યેક ૧ ઈક્‍વિટી શૅર્સ માટે પ્રત્‍યેક રૂ. ૧ના ૯ ઈક્‍વિટી શૅર્સ ઈશ્‍યુ કરાશે. બોનસ શૅર્સ માટેની રેકોર્ડ ડેટ ૧૪ ડિસેમ્‍બર ૨૦૨૨ જાહેર કરાઈ છે. પરિણામે કંપનીની પેઈડ-અપ ઈક્‍વિટી શૅર મૂડી પ્રત્‍યેક રૂ.૧ના ૧૨.૭૪ કરોડના ઈક્‍વિટી શૅર્સથી વધીને પ્રત્‍યેક રૂ.૧ના ૧૨૭.૪૮ કરોડ થઈ છે.

(4:13 pm IST)