Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રિષભ પંતને જલ્દી હૉસ્પિટલમાંથી રજા મળી શકે:રિહૈબની પ્રક્રિયા 2 મહિના પછી શરૂ થશે: લેટેસ્ટ અપડેટ બહાર આવ્યું 

ડૉક્ટર્સનું માનવુ છે કે બાકીના લિગામેન્ટ પોતાની રીતે સ્વસ્થ થશે જેમાં સમય લાગશે.

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને લઇને અપડેટ સામે આવ્યું છે. કાર અકસ્માત બાદ મુંબઇમાં તેની એક મેજર સર્જરી થઇ છે. રિષભ પંતને જલ્દી હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર રિષભ પંત બે અઠવાડિયામાં મુંબઇની ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ શકે છે. જોકે, તેના રિહૈબની પ્રક્રિયા 2 મહિના પછી શરૂ થશે.

30 ડિસેમ્બરની સવારે રૂડકીમાં તેનો કાર અકસ્માત થયો હતો, જેમાં તે બચી ગયો હતો. તે પોતાની માતાને સરપ્રાઇઝ આપવા માટે ઘરે જઇ રહ્યો હતો. 10 દિવસ પહેલા મુંબઇમાં રિષભ પંતના ઘૂંટણની સર્જરી થઇ હતી. તે બાદ તે ડૉક્ટર્સની નજર હેઠળ હતો.

રિષભ પંતે મેડિકલ કોલૈટ્રલ લિગમેંટ એટલે કે એમસીએલમાં મેજર સર્જરીની પ્રોસેસમાંથી પસાર થવુ પડ્યુ હતુ, જ્યારે એન્ટેરિયર ક્રૂસિએટ લિગામેન્ટ એટલે કે એસીએલમાં માઇનર રિપયર થયુ છે. ડૉક્ટર્સનું માનવુ છે કે બાકીના લિગામેન્ટ પોતાની રીતે સ્વસ્થ થશે જેમાં સમય લાગશે.

રિષભ પંતને બે અઠવાડિયામાં હૉસ્પિટલમાંથી રજા મળશે, જે બાદ બીસીસીઆઇ દ્વારા તેની રિકવરી પર નજર રાખવામાં આવશે. કાર અકસ્માત બાદ 25 વર્ષીય રિષભ પંતને રૂડકીની એક લોકલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાથી તેને દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યા કેટલાક દિવસ સારવાર બાદ તેને વધુ સારવાર માટે મુંબઇ લાવવામાં આવ્યો હતો.

(6:45 pm IST)