Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

માઇક્રોસોફ્ટ કંપની હજારો કર્મચારીઓને છુટા કરી શકે

૧૧,૦૦૦ કર્મચારીઓ પર લટકતી તલવાર : કંપની અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કરી શકે છે

વોશિંગ્ટન, તા.૧૮ : અમેરિકન ટેક સેક્ટરની કંપનીઓમાં કર્મચારીઓને છૂટ્ટા કરવાનો તબક્કો પૂરો થતો જણાતો નથી. મંગળવારે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઇક્રોસોફ્ટ તેમજ આ ક્ષેત્રની અન્ય વિશાળ કંપની પણ હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કંપની HR વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગના હજારો કર્મચારીઓને છોડી શકે છે. આ પહેલા પણ ઘણી અમેરિકન કંપનીઓએ કર્મચારીઓમાં ભારે ઘટાડો કર્યો છે. આ લિસ્ટમાં છદ્બટ્ઠર્ડહ, સ્ીંટ્ઠ ઁટ્ઠઙ્મંર્કદ્બિજ અને ્ુૈંંીિ જેવી દિગ્ગજ કંપનીઓ છે. આ કંપનીઓ માંગમાં મંદી અને અર્થતંત્ર માટે ભવિષ્યમાં નબળાઈને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય લઈ રહી છે.

હવે માઇક્રોસોફ્ટના આ પગલાથી એવા સંકેત મળી રહ્યા છે કે ટેક સેક્ટરમાં કર્મચારીઓને છુટ્ટા કરવાનો તબક્કો આગળ પણ ચાલુ રહી શકે છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષક ડૈન રોમનૉફ કહે છે કે માઇક્રોસોફ્ટમાં આ પગલાં બાદ તે સ્પષ્ટ છે કે પરિસ્થિતિ હજુ સુધરવાની નથી. આગળ જતા સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. યુકેના સ્કાય ન્યૂઝે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓમાં લગભગ ૫% એટલે કે ૧૧,૦૦૦ સુધીનો ઘટાડો કરી શકે છે. બ્લૂમબર્ગે એક રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે માઇક્રોસોફ્ટ એન્જિનિયરિંગ વિભાગમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની છુટા કરી શકે છે. આ રિપોર્ટમાં મામલાની જાણકારી ધરાવતા એક સ્ત્રોતને ટાંકીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. માઈક્રોસોફ્ટમાં આ અંગે અત્યાર સુધીનું સૌથી મોટુ પગલું પણ હોઈ શકે છે. જ્યારે, ઇનસાઇડરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓની છુટા કરી શકે છે.

જો કે માઇક્રોસોફ્ટ તરફથી હજુ સુધી આ અંગે કોઇ માહિતી સામે આવી નથી. હાલમાં કંપનીમાં લગભગ ૨,૨૧,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી લગભગ ૧,૨૨,૦૦૦ કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. જ્યારે, ૯૯,૦૦૦ કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આ આંકડો ૩૦ જૂન ૨૦૨૨ સુધીની માહિતી પર આધારિત છે.

કંપની ક્લાઉડ યુનિટ એઝ્યુરનો વૃદ્ધિ દર જાળવી રાખવા દબાણ હેઠળ છે. કેટલાક ક્વાર્ટરના દબાણ બાદ હવે પર્સનલ કોમ્પ્યુટર માર્કેટમાં વિન્ડોઝ અને ડિવાઈસના વેચાણમાં નબળાઈ જોવા મળી રહી છે. ગયા વર્ષે જુલાઈમાં જ કંપનીએ કહ્યું હતું કે કંપનીએ ઘણી ભૂમિકાઓને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. ઑક્ટોબર ૨૦૨૨ માં, છર્ટૈજ એ જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ વિવિધ વિભાગોમાંથી લગભગ ૧,૦૦૦ કર્મચારીઓને છુટા કરી શકે છે. ટૂંક સમયમાં એટલે કે ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કંપની પરિણામ જાહેર કરવા જઈ રહી છે.

 

(7:19 pm IST)