Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા : વિદેશથી આવતા યાત્રિકો માટે નવા નિયમો જાહેર થશે

યુકે, યુરોપ અને મિડલ ઇસ્ટથી આવનારા પ્રવાસીઓ માટે સરકારે વિશેષ નિયમો બનાવ્યા : ૨૨ ફેબ્રુ.થી નવા એસઓપી લાગુ થશે : સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી તા. ૧૮ : યુકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી આવનારા પ્રવાસીઓ માટે સરકારે વિશેષ નિયમો બનાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે સામાન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસિઓ માટે લાગૂ આ એસઓપી યૂકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી ભારત આવનારા પ્રવાસીઓ માટે નથી. કેમ કે તેમના માટે અલગથી એસઓપી જારી કરવામાં આવશે. ભારતમાં આવનારા સામાન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જારી એસઓપીના ૨ મુખ્ય ભાગો છે. પ્રવાસની તૈયારી અને હવાઈ જહાજમાં બેસતા પહેલાની તૈયારી

આરટીપીસીઆર ટેસ્ટની રિપોર્ટ ઓનલાઈન જમા કરવાની રહેશે. આ રિપોર્ટ પ્રવાસના ૭૨ કલાકની અંદર આપવાની રહેશે. આ રિપોર્ટની સત્યતા માટે એક સેલ્ફ ડિકલેરેશન આપવુ પડશે.પ્રવાસીઓએ આ વાત માટે ઓનલાઈન અંડરટેકિંગ આપવી પડશે કેમ કે તે ભારત સરકાર અથવા રાજયના ૧૪ દિવસના કવોરેન્ટાઈન અથવા સેલ્ફ કવોરેન્ટાઈન નિયમોનું પાલન કરશે.પરિવારમાં મૃત્યુ થવાની સ્થિતિમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને કોવિડ નેગેટિવ રિપોર્ટ આપવામાંથી છુટ અપાઈ છે. આ છુટ માટે પ્રવાસના ૭૨ કલાક ઓનલાઈન એપ્લિકેશન આપવાનું રહેશે. આ એપ્લિકેશન પર સરકારી પરવાનગી મળ્યા બાદ જ પ્રવાસ શકય થશે.

પ્રવાસી પૂરો થવા પર જે પ્રવાસીઓને આરટીપીસીઆર રિપોર્ટ લાવવામાંથી છુટ મળી છે તેમના સેમ્પલ લેવામાં આવશે. એ બાદ તેમને જવા દેવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ આવવા પર તેમને જાણકરી આગળના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

અન્ય પ્રવાસીઓને તેમના ઓનલાઈન નેગેટિલ રિપોર્ટના આધાર પર તેમને જવા દેવામાં આવશે. પરંતુ તેમને ૧૪ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.

તમામ પ્રવાસીઓને રાષ્ટ્રીય અને રાજય સ્તરના સર્વિલન્સ અધિકારીઓનું લિસ્ટ આપવામાં આવશે. જેથી તેમને જરુર પડવા પર તેમને પોતાની તબિયત વિશે સતર્ક કરી શકે.

જે પ્રવાસી યુકે, સાઉથ આફ્રીકા અને બ્રાઝિલમાંથી નથી તેમને સેમ્પલ લીધા બાદ જવા દેવાશે. આ પ્રવાસીઓને ૧૪ દિવસ સુધી પોતાની તબિયત પર નજર રાખવી પડશે. પોઝિટિવ આવ્યા બાદ સરકારી કવોરેન્ટાઈનમાં રહીને સારવાર કરાવવી પડશે. ત્યારે તેમના સેમ્પલને જિનોમ સિન્કેલિંગ માટે મોકલવામાં આવશે.

જે પ્રવાસી યુકે, સાઉથ આફ્રિકા અથવા બ્રાઝિલમાંથી આવ્યા છે. તેમને સેમ્પલ આપ્યા બાદ જવા દેવાશે. પરંતુ આ પ્રવાસીઓને ૭ દિવસના સેલ્ફ કવોરેન્ટાઈમાં રહેવું પડશે. અને સાત દિવસ બાદ ટેસ્ટ કરાવવો પડશે. પોઝિટિવ આવવા પર સરકારી કવોરેન્ટાઈનમાં રહી સારવાર કરાવવી પડશે. ત્યારે આ સેમ્પલોને જિનોમ સિકેંસિંગ માટે મોકલવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કરોના વાયરસના એકથી વધારે વેરિએન્ટ અનેક દેશોમાં સક્રિય છે. જેમાં યુકે વેરિએન્ટ ૮૬ દેશોમાં, સાઉથ આફ્રિકા વેરિએન્ટ ૪૪ દેશોમાં અને બ્રાઝિસ વેરિએન્ટ ૧૫ દેશોમાં સક્રિય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ ૩ વેરિએન્ટ સામાન્ય કોવિડ ૧૯ની સરખામણીએ ઝડપથી સંક્રમિત થાય છે. આ સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય અને સિવિલ એવિએશન મંત્રાલયે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કર્યુ છે. જે ભારતમાં આવનારા તમામ પ્રવાસીઓ પર લાગૂ થશે. આ એસઓપીને બીજા ભાગને વિશેષ રીતે યુકે, યુરોપ અને મિડલ ઈસ્ટથી આવનારા પ્રવાસીઓ પર લાગૂ કરવામાં આવશે. આ એસઓપી એર બબલ હેઠળ આવનારા વંદે ભારચ મિશન હેઠળ આવનારા બન્ને પ્રકરના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર લાગૂ થશે. આ એસઓપી ૨૨ ફેબ્રુઆરીની રાતે ૧૧.૫૯ વાગે લાગૂ થશે.

(10:14 am IST)