Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મારૂતિ, હ્યુન્‍ડાઇ, હોન્‍ડા, ફોર્ડ, ટોયોટો સહિતની કાર કંપનીઓના નામ કેવી રીતે પડયા? જાણવા જેવી વાતો

અમદાવાદઃ દેશમાં અનેક ઓટો કંપનીઓ છે. તમે લગભગ બધી કંપનીઓના નામ જાણતા હશો. પરંતુ તે કંપનીઓના નામનો સાચો અર્થ શું થાય છે તે કદાચ તમને ખબર નહીં હોય. જોકે દરેક બ્રાંડના નામની પાછળ કોઈ અર્થ હોય છે. આજે અમે તમને ઓટો કંપનીઓના નામ અને તેનું સાચું કારણ જણાવીશું.

1. Maruti Suzuki:

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી છે. વર્ષ 1982 પહેલાં તેનું નામ મારુતિ ઉદ્યોગ લિમિટેડ હતું. હનુમાનજીનું એક નામ મારુતિ પણ છે. મારુતિનો ઈતિહાસ 1970માં શરૂ થયો. અને બહુ સમજી વિચારીને દેશની પહેલી કાર કંપનીનું નામ મારુતિ આપવામાં આવ્યું. 1982માં મારુતિ ઉદ્યોગ લિમિટેડ અને જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકીની વચ્ચે જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ થયો. જેના પછી કંપનીનું નામ થઈ ગયું મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ થઈ ગયું.

2. Hyundai:

દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર્સ છે. હ્યુન્ડાઈ નામ કોરિયાઈ શબ્દ Hanjaમાંથી નીકળ્યો છે. આ શબ્દનો અર્થ આધુનિક સમય થાય છે. વર્ષ 1947માં ચુંગ-જુ-યંગે એક નાની કન્સ્ટ્રક્શન ફર્મના રૂપમાં હ્યુન્ડાઈની શરૂઆત કરી હતી. આજના સમયમાં હ્યુન્ડાઈની કારની મોટી ડિમાન્ડ છે.

3. Honda:

ભારત સહિત આખી દુનિયામાં હોન્ડાની કારની જબરદસ્ત ડિમાન્ડ છે. કેમ કે હોન્ડા એક વિશ્વાસપાત્ર નામ છે. આ કંપનીનું નામ તેના ફાઉન્ડર સોઈકિરો હોન્ડાના નામ પર રાખવામાં આવ્યું છે. હોન્ડા કંપનીનો પાયો નાંખનારા સોઈકિરો હોન્ડાને ઓટોમોબાઈલમાં દિલચશ્પી વધારે હતી. આ કંપનીની સ્થાપના કરતાં પહેલાં તે એક ગેરેજમાં કામ કરતા હતા. જ્યાં તે સામાન્ય કારને રેસિંગ કારમાં મોડિફાઈ કરતા હતા.

4. Ford Motor:

દુનિયાભરમાં ફોર્ડ કારની પોતાની એક અલગ ઓળખ છે. આ કંપનીનું નામ તેના સંસ્થાપક હેનરી ફોર્ડના નામ પરથી પડ્યું. ફોર્ડ તે ગણતરીની કંપનીઓમાં સામેલ છે જે 1913માં આવેલી વૈશ્વિક મંદીમાં પોતાને બચાવવામાં સફળ રહી. ભારતમાં ફોર્ડ ગાડીની વધુ ડિમાન્ડ છે.

5. Toyota:

દરેક મામલે ટોયોટાની ગાડીઓ સાચી સાબિત થાય છે. Toyota નામ તેના ફાઉન્ડર સાકિચી ટોયોડોના નામ પરથી પડ્યું છે. જોકે શરૂઆતના સમયમાં તેનું નામ Toyeda હતું. પરંતુ પછીથી તેને બદલીને Toyota કરી નાંખવામાં આવ્યું. ભારતમાં ટોયોટો ઈનોવાની વધારે માગ છે.

6. Datsun:

સસ્તી ગાડીઓના સેગમેન્ટમાં ડેટસનની બોલબાલા છે. શરૂઆતમાં આ કંપનીનું નામ DAT હતું. જે Den, Aoyama અને Takeuchiના પહેલા ડિજિટને લઈને રાખવામાં આવ્યું છે. પછી નામ બદલીને DATSON કરવામાં આવ્યું. જ્યારે તેને નિસાન મોટર્સે ખરીદી ત્યારે તેનું નામ બદલીને DATSUN કરી દેવામાં આવ્યું. અને અત્યાર સુધી તે જ નામે ચાલી રહી છે.

7. Nissan:

જાપાનની મુખ્ય વાહન બનાવનાર કંપની નિસાનને પહેલા Nippon Sangyo નામથી ઓળખવામાં આવતી હી. તેનું ટૂકું નામ નિસાન પડ્યું છે.

8. Renault:

ફ્રાંસની કાર નિર્માતા કંપની રેનો ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ આપનારી કાર કંપનીના રૂપમાં જાણીતી છે. આ કંપનીનું નામ તેના ફાઉન્ડર Louis Reanult KS ના નામ પરથી પડ્યું છે.

9. Volkswagen:

જર્મનીના આ કંપનીની શરૂઆત નાઝી સોશિયલ પાર્ટી દ્વારા થઈ હતી. તે સમયે જર્મન તાનાશાહ હિટલર એક એવી કાર બનાવવા ઈચ્છતો હતો. જેની કિંમત ઓછી હોય અને સામાન્ય માણસની જરૂરિયાતને પૂરી કરી શકાય. આ કાર કંપનીનું નામ બે શબ્દ Volks+Wagenને જોડીને બનાવવામાં આવ્યું છે. ફોક્સનો અર્થ થાય છે જનતા અને વેગનનો અર્થ થાય છે વાહન. એટલે જનતાને સમર્પિત એક કાર.

10. BMW:

BMW આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. ભારતમાં એક ખાસ વર્ગના લોકો આ કંપનીની કાર પસંદ કરે છે. BMW એક શોર્ટ નામ છે. આ કંપનીનું પૂરું નામ Bavarian Motor Works છે.

(4:50 pm IST)