Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટથી રશિયા લાલચોળઃ અરેસ્‍ટ વોરંટને ટોયલેટ પેપર ગણાવી દીધુ

ICCનું આ પગલું ગેરકાયદેસર છેઃ મોસ્‍કો તેને માન્‍યતા આપતું નથી : યુક્રેનના રાષ્‍ટ્રપતિએ કહ્યું કે પુતિન વિરુદ્ધ આઈસીસીનું વોરંટ બહાર પાડવું એ તો શરૂઆતી પગલું છે

મોસ્‍કો, તા.૧૮: રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમિર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું છે. પુતિન પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવવામાં આવ્‍યો છે. એક બાજુ જંગના મેદાનમાં યુક્રેનની સેનાએ પુતિનની મુશ્‍કેલીઓ વધારી છે તો બીજી બાજુ આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC)ના ધરપકડ વોરંટથી પુતિન ભડકી ગયા છે. રશિયાએ પુતિન વિરુદ્ધ અરેસ્‍ટ વોરંટ પર જડબાતોડ જવાબ પણ આપ્‍યો છે. ક્રેમલિને અરેસ્‍ટ વોરંટને ટોયલેટ પેપર ગણાવી દીધુ છે. ક્રેમલિને કહ્યું કે ICCનું આ પગલું ગેરકાયદેસર છે. મોસ્‍કો તેને માન્‍યતા આપતું નથી. આઈસીસીના પુતિન વિરુદ્ધ અરેસ્‍ટ વોંટથી ટોપ રશિયન અધિકારીઓ પણ કાળઝાળ છે. આઈસીસીના આ નિર્ણયનો તેઓ આકરો વિરોધ કરી રહ્યા છે.

રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમિર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું છે. પુતિન પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવવામાં આવ્‍યો છે. એક બાજુ જંગના મેદાનમાં યુક્રેનની સેનાએ પુતિનની મુશ્‍કેલીઓ વધારી છે તો બીજી બાજુ આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC) ના ધરપકડ વોરંટથી પુતિન ભડકી ગયા છે. રશિયાએ પુતિન વિરુદ્ધ અરેસ્‍ટ વોરંટ પર જડબાતોડ જવાબ પણ આપ્‍યો છે. ક્રેમલિને અરેસ્‍ટ વોરંટને ટોયલેટ પેપર ગણાવી દીધુ છે. ક્રેમલિને કહ્યું કે ICCનું આ પગલું ગેરકાયદેસર છે. મોસ્‍કો તેને માન્‍યતા આપતું નથી. આઈસીસીના પુતિન વિરુદ્ધ અરેસ્‍ટ વોંટથી ટોપ રશિયન અધિકારીઓ પણ કાળઝાળ છે. આઈસીસીના આ નિર્ણયનો તેઓ આકરો વિરોધ કરી રહ્યા છે.

 

અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્‍ચે જંગ શરૂ થયે એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમિર પુતિન જિદ છોડવા  તૈયાર નવથી કે ન તો યુક્રેનના રાષ્‍ટ્રપતિ વોલોદિમિર જેલેન્‍સ્‍કી હાર માનવા તૈયાર છે. પ?મિી દેશો યુક્રેનને દરેક શકય મદદ કરીને પુતિન માટે મુશ્‍કેલીઓ ઊભી કરી રહ્યા છે. આમ છતાં રશિયા યુક્રેનને તબાહ કરવા માટે તત્‍પર બન્‍યું છે. યુરોપીયન દેશો બાદ હવે આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના રાષ્‍ટ્રપતિની મુશ્‍કેલીઓ વધારી છે. આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો બદલ પુતિન સામે ધરપકડ વોરંટ ઈશ્‍યું કર્યું છે.

આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટે યુક્રેનની સ્‍થિતિમાં રશિયન સંઘના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમિર પુતિન અને બાળકોના અધિકારો માટે રશિયાના રાષ્‍ટ્રપતિ કાર્યાલયના આયુક્‍ત મારિયા લોવોવા-બેલોવાની ધરપકડના બે વોરંટ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનના કબજાવાળા વિસ્‍તારમાં કથિત રીતે અપરાધ કરવામાં આવ્‍યા હતા. જેના પર અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે પરંતુ સવાલ એ છે કે આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટને ન તો આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર માન્‍યતા છે અને અમેરિકા પણ તેને માનતું નથી પરંતુ મને લાગે છે કે તેનાથી કડક સંદેશ ગયો છે.

બીજી બાજુ ક્રેમલિને પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટને અપમાનજનક અને અસ્‍વીકાર્ય ગણાવ્‍યું છે. ક્રેમલિને કહ્યું કે આઈસીસીના નિર્ણયને કાયદાકીય રીતે કોઈ મહત્‍વ નથી જ્‍યારે યુક્રેનના રાષ્‍ટ્રપતિએ કહ્યું કે  પુતિન વિરુદ્ધ આઈસીસીનું વોરંટ બહાર પાડવું એ તો શરૂઆતી પગલું છે. આઈસીસીના નિર્ણયને જેલેન્‍સ્‍કીએ ન્‍યાય બહાલ કરવાની દિશામાં પહેલું પગલું ગણાવ્‍યું. બ્રિટને પણ આંતરરાષ્‍ટ્રીય ક્રિમિનલ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્‍યો.

(11:37 am IST)