Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પંજાબના રસ્‍તાઓ પર ફરતી જોવા મળી સારા અલી ખાન! ખાધા ઢાબા પરના પરોઠાઃ રિક્ષામાં કરી મુસાફરી

વેકેશન મુડમાં છે સારા

ચંદીગઢ,તા. ૧૮: સારા અલી ખાન ફિલ્‍મોની સાથે સાથે પોતાની સોશિયલ મીડિયા પોસ્‍ટના કારણે લોકોનું દિલ જીતી લે છે. એક્‍ટ્રેસને મોટાભાગે સોલો વેકેશન પર જઈને મી-ટાઈમ એન્‍જોય કરતા જોવામાં આવી છે. જણાવી દઈએ કે સારા હિમાચલમાં રજાઓ એન્‍જોય કરી રહી છે. ત્‍યાં જ તે હવે પંજાબ પહોંચી ગઈ છે. સારાએ પોતાના વેકેશન ઝલક શેર કરી છે.

સારા અલી ખાનના પંજાબ વેકેશનનો વીડિયો ઈન્‍સ્‍ટાગ્રામ વર્લ્‍ડમાં છવાયેલો છે. આ ક્‍લિપમાં એક્‍ટ્રેસે ક્‍યારેય મોંઘી ગાડીઓ છોડી ઓટો રિક્ષા રાઈડની મજા માણી. તો ક્‍યારેક તેણે રોડ સાઈડ પર ચંડીગઢના પરોઠાનો આનંદ લેતા જોઈ શકાય છે.

નો-મેકઅપ લુકમાં પણ સારાના ચહેરા પર ખૂબ જ ગ્‍લો દેખાઈ રહ્યો છે. ત્‍યાં જ એક્‍ટ્રેસની તરફથી આપવામાં આવેલી આ વિઝુઅલ ટ્રીટ ફેંસને ખૂબ જ પસંદ આવી રહી છે.

સારાના આ વીડિયો પર એક યુઝરે કમેન્‍ટ કરતા લખ્‍યું, ‘તેને જે પણ આલોચના મળે છે જે નકલી હોય કે અસલી તે ક્‍યારેય પણ તેને છુપાવતી નથી. ડાપણની દાઢ કઢાવવાથી લઈને ગંદા ઘર સુધી એક સામાન્‍ય, સરળ વ્‍યક્‍તિની જેમ રહે છે.'

ત્‍યાંજ સારાના આ વીડિયો પર અન્‍ય એક યુઝરે કમેન્‍ટ કરતા લખ્‍યું, ‘આ કેટલી સારી છે.' આવી જ રીતે સારાની સાદગીના વખાણ કરતા ફેંસ હાર્ટ અને લવ વાળુ ઈમોજી ડ્રોપ કરતા જોવા મળી રહ્યા છે.

(10:47 am IST)