Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

૨૦૨૩-૨૪માં લોકોએ નિવેશ - બચત ઉપર વધુ ધ્‍યાન આપ્‍યું : આહાર ખર્ચ ૧૨૫ ટકા વધી ગયો

ગત વર્ષના મુકાબલે મ્‍યુ. ફંડમાં નિવેશ ૮૬ ટકા વધ્‍યું

નવી દિલ્‍હી તા. ૧૮ : નાણાંકીયᅠવર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોએ બચત અને રોકાણ પર સૌથી વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું. ગયા વર્ષની સરખામણીએ મ્‍યુચ્‍યુઅલ ફંડ રોકાણમાંᅠ૮૬ ટકા જયારેᅠવીમા પેમેન્‍ટ ૫૬ ટકાનો વધારો થયો.ᅠ

હેલ્‍થ અને વેલનેસમાંᅠવધારી રૂચિનાᅠકારણે આહાર પર ખર્ચ ૧૨૫ ટકા વધી ગયો છે. નાણાકીય કંપની રેજર પેની વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.ᅠ

રિપોર્ટમાં જણાવામાં આવ્‍યું છે કે ભારતીયોએ એક એપ્રિલ ૨૦૨૩થીᅠ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી તેમના પૈસા ક્‍યાં ક્‍યાં ખર્ચ કર્યા. આ દરમ્‍યાનᅠવિવિધ પ્‍લેટફોર્મ પર એક અરબ રૂપિયાથી વધુનું ટ્રાન્‍સઝેક્‍શનᅠથયું. ભારતીય મનોરંજન પર પણ દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે.

મલ્‍ટીપ્‍લેક્‍સ ટ્રાન્‍સજેકશનમાંᅠ૪૨ ટકાનો વધારો થયો. લોકોએᅠયાત્રા પર પણ પૈસા ખર્ચ કર્યા. હવાઈ યાત્રા પેમેન્‍ટ ૨.૪ ટકા વધારવામાં આવ્‍યા. ફરવા દરમ્‍યાનᅠહોટલ ખર્ચ ૨૯ ટકા વધી ગયા છે.

રિપોર્ટમાં જાણવામાં આવ્‍યું છે કે ગયા વર્ષે ૧૯ નવેમ્‍બરે ભારત તેમજ ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે વિશ્વ કપના ફાઇનલ મેચ દરમ્‍યાનᅠઆઠ કલાક સુધી કેબ ચુકવણીમાં ૨૮ ટકાનો ઘટાડો થયો. કારણકેᅠલાખો લોકો ઘર પર જ મેચ જોઈ રહ્યા હતા.

(10:36 am IST)