Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

માતા સિતાની ભુમિકા ભજવવી એ ભગવાનના આશીર્વાદ સમાનઃ પ્રાચી

મહિલાઓ માટે સંદેશ- તમારો અનાદર કદી ન થવા દો, સપનાઓનો પીછો કરો, આત્‍મવિશ્વાસથી બધુ મેળવી શકાય

મુંબઇ તા. ૧૮: અભિનેત્રી પ્રાચી બંસલ હાલમાં શ્રીમદ્દ રામાયણ નામની સિરીયલમાં સિતા માતાનું પાત્ર ભજવી રહી છે. તેણે કહ્યું હતું કે સોની એન્‍ટરટેનમેન્‍ટ ટેલિવિઝનની આ સિરીયલમાં માતા સિતાનું પાત્ર ભજવવું એ આશીર્વાદરૂપ રહ્યું છે. હું અવિશ્વસનીય રીતે ભાગ્‍યશાળી અનુભવું છું કારણ કે તે એક મહત્‍વપૂર્ણ ભૂમિકા છે જે મોટી જવાબદારી સાથે આવે છે. દર્શકોએ મારા પ્રત્‍યે જે પ્રેમ અને સ્‍વીકળતિ દર્શાવી છે તેના માટે હું આભારી છું.

પ્રાચી કહે છે મેં માતા સીતા પાસેથી જે શીખ્‍યું છે તે એ છે કે યોદ્ધાની ભાવનાસ્ત્રીઓ અને પુરૂષો બંનેમાં અસ્‍તિત્‍વ ધરાવે છે અને આપણે ઘણીવાર તે ફક્‍ત ત્‍યારે જ શોધીએ છીએ જ્‍યારે મુશ્‍કેલ પરિસ્‍થિતિઓનો સામનો કરવો પડે છે. જો કે આપણી અંદરના તે યોદ્ધાને જાગળત કરવું અને જ્‍યારે પડકારો આવે ત્‍યારે તેનો સામનો કરવો મહત્‍વપૂર્ણ છે. પ્રાચી મહિલાઓ માટે સંદેશ આપતા કહે છે કે કયારેય કોઈને તમારો અનાદર ન કરવા દો. અવરોધોને ધ્‍યાનમાં લીધા વિના તમારા સપનાનો સતત પીછો કરો. હું દ્રઢપણે માનું છું કે આત્‍મવિશ્વાસથી તમે દુનિયામાં કંઈપણ પ્રાપ્‍ત કરી શકો છો. તમારામાં વિશ્વાસ રાખો, તમારા સપનાને અનુસરો, અને તેના માટે લડો.

(12:14 pm IST)