Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

‘હનુમાન'ની સિક્‍વલ આવશે ‘જય હનુમાન': પોસ્‍ટર રિલીઝ

રામ નવમીએ પ્રથમ પોસ્‍ટર લોન્‍ચ કરાયું

મુંબઇ તા. ૧૮: ગઇકાલે શ્રી રામ નવમીના આ પવિત્ર અવસર પર બ્‍લોકબસ્‍ટર હનુમાન ફિલ્‍મના સિક્‍વલનું નવું પોસ્‍ટર રિલીઝ કરવામાં આવ્‍યું હતું. આ સિક્‍વલજય હનુમાન'ના નામે આવશે. ફિલ્‍મ દિગ્‍દર્શક પ્રશાંત વર્માએ ફિલ્‍મ વિશે એક ફોટો જાહેર કરીને ચાહકોની ઉત્‍સુકતા વધારી દીધી છે. પ્રશાંત વર્માએ સોશિયલ મીડિયા પર ફિલ્‍મની એક તસવીર શેર કરી છે જે આ ફિલ્‍મનું પહેલું પોસ્‍ટર છે. જેમાં ભગવાન હનુમાન અને ભગવાન રામના હાથ દેખાય છે. એવું લાગે છે કે બંને એકબીજાને વચન આપી રહ્યા છે. આ પોસ્‍ટર ખૂબ જ ધાર્મિક અને સકારાત્‍મક ઉર્જાથી ભરેલું લાગે છે. આ પોસ્‍ટરને જોઈને ચાહકો ખૂબ જ ઉત્‍સાહિત છે.  પોસ્‍ટર પર  વચનમ ધર્મસ્‍ય રક્ષણમ' લખેલું છે. તેનો અર્થ છે ત્રેતાયુગમાં એક પવિત્ર વચન આપવામાં આવ્‍યું હતું જે કળિયુગમાં સુરક્ષિત રહેશે. પ્રશાંતે સોશિયલ મીડિયા પર પણ લખ્‍યું કે દરેકને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ. આ ફિલ્‍મ આપણા બધા માટે સ્‍પેશિયલ હશે અને જીવનભરની ઉજવણી હશે.

(12:14 pm IST)