Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

તિહાર જેલમાં રોજ પુરી શાક, મીઠાઇ અને કેરીનો રસ દાબી રહયા છે કેજરીવાલ કે જેથી મેડીકલ ગ્રાઉન્‍ડ પર જામીન મળી જાયઃ ઇડીનો કોર્ટમાં દાવો

નવી દિલ્‍હી : દિલ્‍હીના સી.એમ. કેજરીવાલ દારૂ નીતિ મામલે તિહાર જેલમાં છે આ દરમિયાન કોર્ટમાં સુનાવણી દરમિયાન  ઇડીએ જણાવ્‍યું હતું કે કેજરીવાલને ટાઇપ-ટૂ ડાયાબીટીસ છે. છતા તેઓ જેલની અંદર પુરી શાક, મીઠાઇ અને કેરીનો રસ ઝાપટી રહયા છે. તેઓ આવું જાણી જોઇને કરે છે કે જેથી કરીને મેડીકલ આધાર પર જામીન મળી જાય તેઓ ઇચ્‍છે છે કે તેમનું સુગર લેવલ વધી જાય, ઇડીએ કહયુ હતુ કે ટાઇપ-ટૂ ડાયાબીટીસ વાળાએ આવુ ખાવુ ન જોઇએ પરંતુ કેજરીવાલ આવુ ખાઇ રહયા છે. આ દરમિયાન કોર્ટે કેજરીવાલના વકીલ પાસે તેમનો ડાયેટ પ્‍લાન માંગ્‍યો છે. આ બાબતે કાલે સુનાવણી થશે.

(3:36 pm IST)