Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

દુબઈમાં ભારે વરસાદને પગલે ભારત અને યુએઈ વચ્ચે ૩૦થી વધુ ફ્લાઈટ્સ રદ

એરલાઈન આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્તઃઅસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઈટ્સમાં સમાવી લેવા અને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહી છે

નવીદિલ્લી ,તા.૧૮

UAEમાં ભારે વરસાદને કારણે મંગળવાર અને બુધવારે એમ બે દિવસ ભારત અને દુબઈ વચ્ચે ચાલતી ૩૦ થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. તેમાં એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, અમીરાત(એમિરે્ટ્સ) અને સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ગલ્ફ દેશોમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઈટ્સમાં સમાવી લેવા અને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, એરલાઇન ૧૬ અને ૧૭ એપ્રિલ માટે માન્ય ટિકિટ ધરાવનારા મુસાફરોને વન-ટાઇમ ચેન્જ ડેટ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરી રહી છે જેથી તેઓ ટિકિટની માન્યતા અવધિમાં ભવિષ્યની તારીખો પર તેમની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરી શકે. એરલાઇન નાગરિકોને ફૂલ રિફંડ અને રિશેડ્યુલિંગનો વિકલ્પ આપે છે.

(7:52 pm IST)