Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેરળના અલપ્પુઝામાં બર્ડ ફ્લૂના ફેલાવાથી લોકોમાં ભયનો માહોલ :વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પક્ષીઓને મારવા નિર્ણય

બર્ડ ફ્લૂના લક્ષણો દર્શાવતી બતકના નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ આ રોગની પુષ્ટિ થઈ

અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળોએ બર્ડ ફ્લૂ ફાટી નીકળવાના કેસ નોંધાયા છે. આ માહિતી સામે આવ્યા બાદ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બર્ડ ફ્લૂની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સ્થાનિક પક્ષીઓને મારવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

     કેરળના અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળોએ બર્ડ ફ્લૂનો પ્રકોપ જોવા મળ્યો હતો. જે બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી, ઈદથવા ગ્રામ પંચાયતના વોર્ડ 1ના એક વિસ્તારમાં અને ચેરુથાણા ગ્રામ પંચાયતના વોર્ડ 3ના અન્ય વિસ્તારમાં પાળેલા બતકોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

    બર્ડ ફ્લૂના લક્ષણો દર્શાવતી બતકના નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ આ રોગની પુષ્ટિ થઈ હતી.

 એક જિલ્લા વહીવટી અધિકારીએ પુષ્ટિ કરી છે કે નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

  આવી સ્થિતિમાં, ભારત સરકારના એકશન પ્લાન મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, જ્યાં પક્ષીઓ હતા ત્યાંથી એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થાનિક પક્ષીઓને મારવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

   એક ઝડપી એક્શન ફોર્સની રચના કરવામાં આવશે અને પ્રાણી કલ્યાણ વિભાગ દ્વારા શક્ય તેટલી વહેલી તકે સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

 જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી કારણ કે આ રોગ મનુષ્યોમાં ફેલાય તેવી કોઈ શક્યતા નથી.

   
(9:31 pm IST)