Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ટીમ ઈન્ડિયામાં આ 10 ખેલાડીઓનું સ્થાન લગભગ નિશ્ચિત!:પંડ્યા-પંતનું શું થશે: ચાહકોમાં ભારે ઉત્સુકતા

વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ સિરાજ અને સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે

 

મુંબઈ : T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. તેની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. આ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં રમાશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ IPL 2024માં રમી રહ્યા છે. IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ યોજાશે. આ માટે કેટલાક ખેલાડીઓનું સ્થાન લગભગ નિશ્ચિત છે. સુકાની રોહિત શર્માની સાથે જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં રમશે.

  હાલમાં જ સમાચાર આવ્યા હતા કે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી રોહિત સાથે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે. આ અંગે રોહિત અજીત અગરકર અને રાહુલ દ્રવિડને પણ મળ્યો હતો. પરંતુ રોહિતે આ વાતોને નકારી કાઢી છે. પરંતુ વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયામાં કેટલાક ખેલાડીઓનું સ્થાન લગભગ નિશ્ચિત છે. રોહિતની સાથે બુમરાહ પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. આ બંને ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ ઘાતક બોલર છે અને તેણે અગાઉ પણ અનેક પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
  હાર્દિક પંડ્યા આઉટ ઓફ ફોર્મ છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. પરંતુ તે IPL 2024માં કંઈ ખાસ કરી શક્યો નથી. જો પંડ્યા ફોર્મમાં પરત ફરે છે તો તેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. પરંતુ હાલમાં શંકાનો માહોલ છે. જો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વાત કરીએ તો તેને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. પંતે 7 મેચ રમી છે. આ દરમિયાન તેણે 210 રન બનાવ્યા છે અને 2 અડધી સદી ફટકારી છે. પંતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 55 રન રહ્યો છે.

   ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયા વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ સિરાજ અને સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે.

 

(9:44 pm IST)