Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

બેબી ફૂડમાં સુગરના ઊંચા પ્રમાણ મામલે વિવાદ બાદ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં ભારે ધોવાણ

સ્વિટ્ઝર્લેન્ડની એક એનજીઓ પબ્લિક આઈ એન્ડ ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN)ના એક અહેવાલમાં ચોકાવનાર ખુલાસો

સ્વિટ્ઝર્લેન્ડની એક એનજીઓ પબ્લિક આઈ એન્ડ ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN)ના એક અહેવાલમાં ચોકાવનાર ખુલાસો થયો છે.

આ અહેવાલ પ્રમાણે વૈશ્વિક ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોડક્ટ ઉત્પાદક કંપની નેસ્લે દ્વારા પોતાના બેબી પ્રોડક્ટ્સમાં દક્ષિણ એશિયા કે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે તે ઉપરાંત આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા ગરીબ દેશોમાં યુરોપની તુલનામાં વધારે સુગર મળ્યું છે. આ અહેવાલને પગલે કેટલાક વિવાદ સર્જાતા કંપનીના શેરોની કિંમતમાં ભારે ધોવાણ થયું છે.


સ્વિઝ સ્થિત સંગઠન દ્વારા બહુરાષ્ટ્રીય કંપની સામે બાળકોના ખાદ્ય ઉત્પાદનોમાં સુગરનું મિશ્રણ કરવાના આરોપ બાદ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં ભારે ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે નેસ્લે ઈન્ડિયાના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે લો રૂપિયા 2410.60 બોલાઈ છેલ્લા રૂપિયા 75.10 એટલે કે 2.95 ટકાના કડાકા સાથે રૂપિયા 2471 રહ્યો હતો.

ધ ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે વિવિધ દેશોમાં વેચવામાં આવતા આશરે 150 બેબી પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી છે. આ અંગે બેલ્જિયમમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તપાસમાં જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાની માર્ગદર્શિકાથી વધારે સુગરનું પ્રમાણ જોવા મળ્યું છે.

 

(9:53 pm IST)