Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

તુર્કીમાં ફરી ધરતી ધ્રુજી : 5,6ની તીવ્રતાનો મોટો ભૂકંપ : લોકોમાં ભારે ફફડાટ

રાજધાની અંકારાથી લગભગ 450 કિલોમીટર પૂર્વમાં ટોકાત વિસ્તારના સુલુસરાય શહેરમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીમાં ફરી એકવાર ધરતી ધ્રુજી છે,તુર્કીના ઉત્તર ભાગ ટોકાટમાં 5.6ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના કારણે લોકોમાં બ હરે ફફડાટ ફેલાયો છે

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે ઉત્તર તુર્કીમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હજુ સુધી કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા નથી. રાજધાની અંકારાથી લગભગ 450 કિલોમીટર પૂર્વમાં ટોકાત વિસ્તારના સુલુસરાય શહેરમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.'

તુર્કી સરકારના મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે, 'એએફડી અને અન્ય સંબંધિત એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે સ્થિતિની તપાસ કરી રહી છે.'

(11:09 pm IST)