Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રોહિત શર્માની 250મી મેચ : રનનો બનાવ્યો મહા રેકોર્ડ બનાવ્યો : કોહલી હજુ પણ પાછળ

રોહિત શર્માએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી: આઈપીએલમાં 6,500 રન પૂરા કર્યા

મુંબઈ : રોહિત શર્મા એવા ખેલાડીઓમાંથી એક છે જે 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. ગુરુવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ મેચ 'હિટમેન'ની આઈપીએલ કારકિર્દીની 250મી મેચ હતી. રોહિત હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 250 કે તેથી વધુ મેચ રમનાર માત્ર બીજો ખેલાડી બની ગયો છે. માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ તેના કરતા વધુ મેચ રમ્યો છે, જેણે અત્યાર સુધી 256 મેચ રમી છે.

  તેની 250મી મેચમાં, રોહિત શર્માએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે કારણ કે તેણે IPLમાં 6,500 રન પૂરા કર્યા છે. રોહિતે પંજાબ સામે 25 બોલમાં 36 રનની ઈનિંગ રમી હતી અને ઈનિંગમાં 28 રન બનાવ્યા બાદ તેણે આઈપીએલમાં 6,500 રન પૂરા કર્યા હતા.

    IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 6,500 રન બનાવવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે આ રેકોર્ડ IPL 2024માં જ બનાવ્યો છે. તેણે 179મી મેચમાં સાડા 6 હજાર રન પૂરા કર્યા હતા. પરંતુ રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 6,500 રન પૂરા કરનાર સૌથી ધીમો બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની 250મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેના પહેલા શિખર ધવને IPLની 212મી મેચમાં આટલા રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 220મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. 

    રોહિત શર્મા પણ IPLમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા નંબર પર છે. રોહિતે અત્યાર સુધી 250 મેચોમાં 6,508 રન બનાવ્યા છે જેમાં 2 સદી અને 42 અડધી સદી સામેલ છે. આ યાદીમાં તેના કરતા આગળ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે, જેણે હાલમાં 182 IPL મેચોમાં 6,563 રન બનાવ્યા છે. શિખર ધવન હાલમાં 6,769 રન સાથે બીજા સ્થાને છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી છે જેણે અત્યાર સુધી 244 મેચમાં 7,624 રન બનાવ્યા છે.

(11:24 pm IST)