Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મહારાષ્ટ્રમાં ૬ લોકોના મોત

મુંબઇએ ૪૦ વર્ષમાં પહેલીવાર કર્યો ભીષણ વાવાઝોડાનો સામનો

તૌકતે વાવાઝોડાના કારણે મુંબઇમાં ૪૭૯ વૃક્ષો ધરાશાયી થયા અને દીવાલ પડવાની ૨૬ ઘટનાઓ નોંધાઇ

મુંબઈ તા. ૧૮ : ભયાનક રૂપ ધારણ કરીને ટાઉતે વાવાઝોડું હાલ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલા આ વાવાઝોડું દેશની આર્થિક રાજધાની મુંબઈ નજીકથી પસાર થયું. જાણકારોનું માનવું છે કે ૪૦ વર્ષમાં પહેલીવાર કોઈ આટલું ખતરનાક વાવાઝોડું શહેરમાં આવ્યું હોય. ટાઉતેના કારણે અનેક ફલાઇટ્સ રદ કરવામાં આવી. પબ્લિક ટ્રાન્સપોર્ટ પર માઠી અસર પડી. આ દરમિયાન શહેરવાસીઓએ નબળા મોબાઇલ નેટવર્ક અને વીજળી કાપનો પણ સામનો કર્યો. રિપોસ્ર્ મુજબ, આ વાવાઝોડાના કારણે રાજયમાં ૬ લોકોનાં મોત થઈ ચૂકયા છે.

હવામાન વિભાગે જાણકારી આપી હતી કે ટાઉતે સોમવારે મુંબઈના દરિયાકાંઠા વિસ્તારથી ૧૨૦-૧૩૦ કિલોમીટરના અંતરથી પસાર થશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં એકસપર્ટ્સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ૧૯૮૧ બાદ આવી પહેલી ઘટના છે જેમાં આટલું ભીષણ વાવાઝોડું શહેરની નજીક પહોંચ્યું. જો નિસર્ગ વાવાઝોડાથી તેની તુલના કરવામાં આવે તો તે મુંબઈના કાંઠાથી ૧૧૦ કિલોમીટર દૂર હતું, પરંતુ શહેરને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું. બીએમસી અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાના દક્ષિણથી ઉત્ત્।ર તરફ જવા દરમિયાન ગુજરાત તરફ વધતા દક્ષિણ મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું.

રિપોર્ટ અનુસાર, મુંબઈ દરિયાકાંઠા પર પોતાના ચરમ પર પહોંચ્યા બાદ વાવાઝોડું ૧૨૦ નોટ્સની ઝડપે ચાલી રહ્યું હતું. આ વાવાઝોડું ઉત્ત્।ર-પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ વધ્યું અને શહેરમાં પવનની ઝડપ વધુ ગઈ. વાવાઝોડાની ભયાનકતા એટલી હતી કે નાગરિકોએ શહેરભરના વીડિયો શેર કર્યા, જેમાં તૂટેલા વૃક્ષો, વીજળી પડતી જોવા મળી. બીએમસીના કોલાબામાં અફઘાન ચર્ચ સ્થિત હવામાન સ્ટેશન મુજબ, બપોરે લગભગ ૨ વાગ્યે શહેરમાં પવનની ઝડપ ૧૧૪ કિલોમીટર પ્રતિ કલાકની હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે વાવાઝોડાની અસર એ રહી કે દીવાલ પડવાની અલગ-અલગ ૨૬ ઘટનાઓ નોંધાઈ જેમાં ૮ લોકો ઘાયલ થયા. બીજી તરફ, શોર્ટ સર્કિટના ૧૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૪૭૯ વૃક્ષો ધરાશાયી થયા. બોરીવલી પૂર્વમાં એક ઘરની દીવાલ પડી ગઈ જેમાં પરિવારના ચાર સભ્યોને ઈજા થઈ. જયારે અંધેરીમાં મહિલાની ઉપર દીવાલના ટુકડા પડ્યા. બીએમસી તરફથી મળેલી જાણકારી મુજબ, મહિલાની હાલત સ્થિર છે અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

(10:29 am IST)
  • 2 થી 18 વર્ષના બાળકોની વેક્સિનના ટ્રાયલ માટે કોવેક્સિનને મંજૂરી મળી : 10 થી 12 દિવસમાં ટ્રાયલ શરૂ કરાશે access_time 10:32 pm IST

  • ઉના તાલુકામાં ૧રપ કિ.મી. ઝડપે પવન સાથે ૪ થી પ ઇંચઃ ભારે નુકસાનીઃ જાનહાની નથી : નવાબંદર સૈયદ રાજપરા કાંઠે ૮ થી ૧૦ મોંજા ઉછળ્‍યાઃ કાચા મકાનો-વૃક્ષો પડી ગયાઃ મકાનો ઉપર પતરા ટાંકી તથા સોલાર સીસ્‍ટમ ઉડી ગઇઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ આજે સવારે મધ્‍યમ પવન access_time 12:35 pm IST

  • બંગાળની રાજનીતિમાં જબરો ગરમાવો : પશ્ચિમ બંગાળના નારદા સ્ટિંગ કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયેલા ચાર ટીએમસી નેતાઓની જામીન પર કલકત્તા હાઇકોર્ટે મોડી સાંજે રોક લગાવીને સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 19 મેની તારીખ નક્કી કરી છે. access_time 11:28 pm IST