Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિશ્વમાં ૮.૫ લાખ વાયરસ એકટીવ

પશુઓથી થતી બિમારીથી વર્ષે ૧ કરોડ મોતનો ખતરો

નવી દિલ્હી, તા.૧૮: વન હેલ્થ એપ્રોચ ન અપનાવવાથી આગામી સમયમાં જુનાટીક બીમારીઓ એટલે કે પશુઓથી માણસોમાં ફેલાતી બિમારીઓનું જોખમ વધી શકે છે. અનુમાન છે કે આ દિશામાં પગલાં નહીં લેવાય તો ૨૦૫૦ પછી આ પ્રકારની બિમારીઓથી દર વર્ષે ૧ કરોડ મોત થઇ શકે છે. આ આંકડો કેન્સર અને રોડ એકસીડન્ટથી થનારા કુલ મોતથી પણ વધારે છે.

ઇન્ડીયન જર્નલ ઓફ મેડીકલ રિસર્ચમાં પ્રકાશિત ઓફ સ્ટડી રીપોર્ટ અનુસાર છેલ્લા બે દાયકાઓથી જૂનાટીક બિમારીઓનો પ્રકોપ વધ્યો છે. ૨૦૦૦ની સાલથી દર ત્રીજા વર્ષે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. પ્રાણીઓ દ્વારા વાયરસ માણસોમાં આવી શકે છે. આનું જોખમ પહેલાની સરખામણીમાં વધી રહયુ છે. તેના ઘણા કારણો છે. જળવાયુનું જોખમ, બગડતું પર્યાવરણ ઉપરાંત પશુઓમાં એન્ટીબાયોટીક દવાઓનો વધારો ઉપયોગથી એન્ટી માઇક્રોબિયલ રેઝીરન્સ ઉત્પન્ન થઇ રહયો છે. જે કોઇ વાયરસ અથવા પેથોજનના સ્ટ્રેનમાં મ્યુટેશનનું કારણ બની શકે છે. તેનાથી નવા પેથોજન પણ ઉત્પન્ન થઇ શકે છે. રહેણાંક વિસ્તારોમાં પશુઓની રહેવાની જગ્યાઓએ સ્વચ્છતાનાં અભાવથી આવા સંક્રમણોનો ફેલાવો પશુઓમાંથી માણસમાં થાય છે.

રિસર્ચમાં કહેવાયું છે કે આ જોખમ સામે નિપટવા માટે એક આરોગ્ય દ્રષ્ટિકોણ (વન હેલ્થ એપ્રોચ) અપનાવવો પડશે. જેમાં માણસના આરોગ્ય સાથે સાથે પશુઓના આરોગ્યની પણ સુરક્ષા સુનિશ્ચીત કરવી પડશે અને આ દિશામાં પશુ ચિકીત્સા વિજ્ઞાનીઓ તથા માણસોના ચિકીત્સા વિજ્ઞાનીઓએ સાથે મળીને રિસર્ચ કરવા પડશે. વિભીન્ન પ્રકારના પેથોજનનાં હુમલા સામે માણસોને બચાવવાની રણનીતિ  સાથે સાથે પશુઓને પણ તેનાથી બચાવવાની રણનીતિ પર કામ કરવું પડશે.

(1:23 pm IST)