Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

યુપીમાં ધારણા કરતા વ્હેલું બેસી ગયું ચોમાસુ

રપ વર્ષમાં બીજી વખત આમ બન્યું: ૧૯૬૧ થી ર૦૧૯ ના ચોમાસાની પેટર્નના આંકડાને પણ ખોટા પાડી દીધા

લખનૌ તા. ૧૮: વખતે મોન્સુનને હવામાન વિભાગ ફરી એકવાર અંદાજી શકયું. પહેલા આગાહી કરાઇ હતી કે જૂનના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં તે યુપીમાં આવશે પણ લગભગ દસ દિવસ પહેલા વરસાદ ચાલુ થઇ ગયો મતલબ કે ચોમાસુ અનુમાન કરતા ઝડપી નિકળ્યું. વર્ષે મોન્સુન કેરળના કાંઠે જૂને પહોંચ્યું અને ૧૦ દિવસમાં એટલે કે ૧૩ જૂને યુપી પહોંચી ગયું. ઝડપ દાયકામાં સૌથી વધુ હતી. છેલ્લા ૧પ વર્ષની વાત કરીએ તો પણ મોન્સુન સૌથી જલ્દી યુપીમાં પહોંચ્યું છે.

પહેલા ર૦૧૬માં કેરળ અને યુપીમાં મોન્સુનના આગમન વચ્ચે ૧૧ દિવસનો ફર્ક હતો. છેલ્લા રપ વર્ષોમાં બીજી વાર છે કે મોન્સુન આટલું જલ્દી યુપીમાં આવ્યું હોય, ર૦૦૮ માં યુપીમાં ૧ર જૂને ચોમાસુ આવી ગયું હતું. ડેટા પણ દર્શાવે છે કે જયારે પણ મોન્સુન વહેલું આવે છે ત્યારે રાજયમાં સારો વરસાદ થાય છે.

મોન્સુન નિર્ધારિત સમય કરતા વહેલું આવ્યું હોય એવું આ સળંગ બીજું વર્ષ છે. ગયા વર્ષે ચોમાસું અભ્યાસના આધાર પર વર્ષ ર૦૧૯ સુધી યુપીમાં મોન્સુનના આગમનની સામાન્ય તારીખ ૧પ જૂન રહી છે અને લખનૌ માટે તે ૧૮ જૂન નકકી કરાઇ હતી. જો કે ૧૯૬૧-ર૦૧૯ સુધીના પ૯ વર્ષના મોન્સુન પેટર્નનો અભ્યાસ કર્યા પછી ગયા વર્ષે ર૦૧૯ સુધીના પ૯ વર્ષના મોન્સુન પેટર્નનો અભ્યાસ કર્યા પછી ગયા વર્ષે ર૦ર૦માં આ તારીખોને સુધારીને યુપીમાં ૧૮ જૂન અને લખનૌમાં ર૩ જૂન નકકી કરાઇ હતી. પણ આ વર્ષે મોન્સુને આ સુધારેલી તારીખોને પણ ખોટી સાબિત કરી દીધી છે.

(1:11 pm IST)