Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

માતાના ચહેરાને અંતિમ સંસ્કાર પહેલા જોવો હોય તો ૫૦૦૦ આપો

સ્મશાનનું કાળું સત્ય : માનવતાને શર્મસાર કરતી ઘટના

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં કોરોનાનીબીજી લહેરેહાહાકાર મચાવ્યો છે. આ દરમયાનમાણસના કાળા ચહેરા પણ જોવા મળી રહ્યા છે. કયાંક દવાઓની કાળાબજારી તો કયાંક હોસ્પિટલમાં બેડ માટે લાંચ લેવાના અનેક કેસો સામે આવ્યા છે. આ બધાની વચ્ચે માણસાઈ શર્મસાર કરતી એક કહાની ઓડિશાના કયોઝાર જીલ્લામાં થઇ છે.

ત્યાં એક મહિલાનું કોરોનાથી મોત થયા બાદ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કારકરવામાં આવી રહ્યા હતા. મહિલાનાપુત્રએ માતાના અંતિમવાર દર્શન કરવા ઈચ્છે તો સ્મશાન ઘાટ પર તૈનાત એક કર્મચારીએ તેના માટે ૫૦૦૦ રૂપિયાની માંગ કરી. ઓડિશાના કયોંઝાર જિલ્લાના કૃષ્ણપૂરગામની રહેતી મહિલા કોરોના સંક્રમિત થયા બાદ જીલ્લાપ્રશાસન દ્વારા સંચાલિત કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાનામોત બાદ તેના મૃતદેહને હોસ્પિટલ દ્વારા પરિવારને સોંપ્યાબાદ સ્મશાન પર લાવવામાં આવ્યા હતા.

મૃતદેહનો ચહેરોજોવા માટે લાંચની માંગ કરતી આ ઘટના કેમેરામાં જોવા મળી છે. આ વીડિયો સોશ્યિલમીડિયા પર વાયરલ થયો છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાનવધુ પડતી સંખ્યામાં મોતના કારણે સ્મશાન ગૃહોમાંઅંતિમ સંસ્કારમાટે વરણી રાહ જોવી પડે તેમ હતી. તે જ સમયની આ ઘટના છે.

જયારેસ્મશાનના એક કર્મચારીને વીડિયોમાં એ કહેતા સાંભળવામાં આવી રહ્યું છે કે જો તમે ૫ હજાર રૂપિયા આપશો તો હું આખું મોઢું જોવા મળશે નહિતર જેમ મૃતદેહ પીપીઈ કીટમાં પેક મળ્યું છે તેવી રીતે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(3:01 pm IST)