Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કાલે રાહુલ ગાંધીનો જન્મદિન

રાજકોટ, તા.૧૮: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો કાલે તા.૧૯ જુનના રોજ જન્મદિન છે તેમનો જન્મ તા.૧૯-૬-૧૯૭૦ના રોજ થયો હતો.

પક્ષાપક્ષીથી ઉપર ઉઠી લોકહિત માટે કઈ પણ કરી છૂટવા સદૈવ તત્પર રહેનાર, આ દેશનું ભવિષ્ય ગણાય એવા યુવાવર્ગનો અક્ષીર અવાજ બનીને સદૈવ આગળ રહેનાર, સદૈવ લોક લાગણી સાથે જોડાયી ખભે-ખભો મિલાવી હાજરી આપી સાથે ને સાથે રહેનાર, આજના આ કોરોના જેવા કપરા સમયમાં પણ જરૂરીયાતમંદ લોકોની મુશ્કેલીઓને અવગણતી સરકારને ઢંઢોળીને જગાડવા હંમેશા પ્રયત્નશીલ રહેનાર, શાંત ચિત્ત્। અને ધૈર્ય ધરી પોતાના પથ પર અડગ રહી આગળ વધનાર,લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવાં યુવાનેતા રાહુલ ગાંધીનો કાલે જન્મદિવસ છે.

રાજનૈતિક પક્ષો જયારે રાજનૈતિક રમતોમાં મસ્ત હતા ત્યારે એક સાચા નેતા તરીકે રાહુલ ગાંધી જનતાની મુશ્કેલીઓ જાણવામાં તેમજ એનો ઉકેલ લાવવામાં વ્યસ્ત હતા.. આપણે સૌ જાણીએ છે તેમ લોકહિતને પ્રથમ પ્રાધાન્ય આપનાર રાહુલ ગાંધીએ તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ કોરોના વાયરસને ગંભીરતાપૂર્વક લેવા માટે સૂચન કર્યું હતું પરંતુ સરકારશ્રી ત્યારે જુદી જુદી ઇવેન્ટ કરવામાં વ્યસ્ત હતી કે પછી એવું પણ કહી શકાય કે જાણી જોઈને જનતાના જીવને જોખમમાં મૂકી રહી હતી.

રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો જ રહ્યો કે રાહુલજી દ્વારા છેલ્લા ૩ વર્ષથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો નથી તદુપરાંત સંપૂર્ણ વર્ષ દરમ્યાન તેમના દ્વારા સેવાકાર્યો તેમજ પ્રજાહિતના મુદ્દા જ સર્વોપરી રહ્યા છે જેમ કે તમામ નાગરિકો માટે ફ્રી રસીકરણ, બેરોજગારી - મોંદ્યવારીના પ્રશ્નો, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ રાહુલ ગાંધીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં ઓકસીજન સપ્લાય, દવા સપ્લાય તેમજ અન્ય સેવાકીય કાર્યો છે.

જનસેવામાં જ પ્રભુસેવા જોનાર,કોંગ્રેસ પક્ષની વિચારધારાને આગળ લઈ જઈ યુવાનોના નવા વિચારો સાથે તાલમેલ સાધી, દેશને એક નવી દિશા તરફ આગળ લઈ જનાર કોંગ્રેસ પક્ષના મજબુત મનોબળ રાહુલ ગાંધીને જન્મદિવસ પર ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા તેમ હેમાંગ રાવલ, મીડિયા કોડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યુ છે.

(4:13 pm IST)