Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ની નિમણુંક

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેવું NDTV ના અહેવાલમાં જણાવાયું છે.  

મૂળ બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ દેસાઈએ સપ્ટેમ્બર 2011થી ઓક્ટોબર 2014 વચ્ચે સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપી હતી.

જસ્ટિસ દેસાઈએ મુંબઈની સરકારી લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા. તેણીએ 1973 માં બારમાં પ્રવેશ મેળવ્યો અને બોમ્બે હાઈકોર્ટ સમક્ષ પ્રેક્ટિસ કરી. તેણીને 1996 માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને 13 સપ્ટેમ્બર, 2011 ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી થઈ હતી.

તાજેતરમાં, ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં સંબંધિત વ્યક્તિગત કાયદાઓની તપાસ કરવા અને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે ન્યાયમૂર્તિ દેસાઈની આગેવાની હેઠળ 5 સભ્યોની પેનલની રચના કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)