Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બિહાર હિંસા : કોચિંગ સેન્‍ટર્સની ભૂમિકા શંકાસ્‍પદ : તપાસનો આદેશ

પકડવામાં આવેલ લોકોના મોબાઇલમાંથી કેટલાક કોચિંગ સેન્‍ટર્સના વીડિયો કુટેજ અને વ્‍હોટએપ મેસેજીસ મળ્‍યા

 

પટના,તા.૧૮: પટનાઃતા.૧૮: સેનાની અગ્નિપથ યોજનાના વિરોધમાં શુક્રવારના રોજ બિહારના અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિંસા વ્‍યાપી હતી. તે દરમિયાન ૨૭ રેલવે સ્‍ટેશન્‍સ ખાતે તોડફોડ કરવામાં આવી હતી અને આગચંપીની ઘટનાઓ પણ બની હતી. યુવાનોના ટોળાએ આશરે ૧૪ જેટલી ટ્રેનને આગને હવાલે કરી દીધી હતી.

ઉપરાંત ટોળાએ પોલીસ-પ્રશાસનના વાહનોની સાથે-સાથે ભાજપના નેતાના ઘરો અને કાર્યાલયોને પણ ટાર્ગેટ કર્યા હતા. અનેક બસને આગને હવાલે કરવાની સાથે પથ્‍થરમારાની ઘટનાઓ પણ બની હતી.

આ મામલે પટનાના ડીએમ ડો. ચંદ્રશેખર સિંહના કહેવા પ્રમાણે અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો કરનારાઓ સામે કાયદાનુસાર આકરી કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો ફુટેજના આધાર પર ઉપદ્રવીઓને ચિતિ કરવામાં આવ્‍યા છે. અશાંતિનો માહોલ સર્જનારા લોકોને ઓળખવામાં આવી રહ્યા છે. આ અંગે ૮ એફઆઈઆર નોંધાઈ છે.

વધુમાં જણાવ્‍યું કે, ધરપકડ કરવામાં આવી તે લોકોના મોબાઈલમાંથી કેટલાક કોચિંગ સેન્‍ટર્સના વીડિયો ફુટેજ અને વ્‍હોટ્‍સએપ મેસેજીસ મળ્‍યા છે. તેના આધાર પર કોચિંગ સેન્‍ટર્સની ભૂમિકાઓની તપાસ કરવામાં આવી રહી છે. જે કોચિંગ સેન્‍ટર્સ આમાં સામેલ હશે તેમના સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

(3:46 pm IST)