Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આસામના હોજઈ જિલ્લામાં પુરથી પ્રભાવિત લોકોને જઇ રહેલ હોડી પલટી ખાઈ જતાં ૩ બાળકો લાપતા બન્યા:સોધખોળ ચાલુ

૨૧ લોકોનો બચાવ

ગુવાહાટી, તા. 18 જૂન 2022, શનિવાર :આસામના હોજઈ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોને લઈ જઈ રહેલી હોડી પલટી ગઈ છે. માં સવાર 3 બાળકો લાપતા થઈ ગયા છે જ્યારે અન્ય 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 24 ગ્રામીણોનો એક સમૂહ શુક્રવારે મોડી રાત્રે ઈસ્લામપુર ગામથી સુરક્ષિત સ્થાન તરફ વધી રહ્યો હતો. તે સમયે રાયકોટા વિસ્તારમાં તેમની હોડી પાણીમાં ડૂબેલા ઈંટના ભઠ્ઠા સાથે અથડાવાના કારણે પલટી ગઈ હતી. આસામના 28 જિલ્લાઓમાં આ વર્ષે 18.95 લાખથી વધુ લોકો પૂરથી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 55 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

હોજઈ ડેપ્યુટી કમિશનર અનુપમ ચૌધરીએ જણાવ્યું કે, NDRF અને SDRFના કર્મચારીઓએ 21 લોકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે જ્યારે 3 લાપતા બાળકોનું શોધ અભિયાન ચાલું છે. તેમણે લોકોને જોખમ ન લેવા અને અંધારામાં પાણી ભરાયેલા વિસ્તારોમાં બહાર ન નીકળવાની વિનંતી કરી છે. ચૌધરીએ જણાવ્યું કે, જો લોકો સુરક્ષિત સ્થળો પર જવા ઈચ્છે છે તો તેમણે જિલ્લા તંત્રનો સંપર્ક કરવો જોઈએ. અમે તેમને NDRF અને SDRFની હોડી દ્વારા બહાર કાઢીશું.

પૂરનો કહેર

કોપિલી નદીમાં આવેલા પૂરના કારણે મોટા ભૂપ્રદેશમાં પાણી ભરાય ગયું છે અને જિલ્લામાં 55,150થી લોકો પ્રભાવિત થયા છે. આ જિલ્લો આ વર્ષના શરૂઆતની પ્રથમ પૂરની લહેરમાં પણ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. જિલ્લાના 47 રાહત શિબિરોમાં કુલ 29,745 લોકોએ આશ્રય લીધો છે.

વધુ વાંચો: આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત, તસવીરોમાં જુઓ તબાહી

(10:00 pm IST)