Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અગ્નિપથ યોજનાના અગ્નિવીરો ને કેન્દ્રિય પોલીસ ફોર્સે થતાં આસામ રાઈફલ્સ ની ભર્તી માં ૧૦ ટકા અનામત અપાસે .

સરળા મંત્રી એ સરકાર તારની નિર્ણય લીધા પછી સુવિધા આપશે તેવી વાત કરી

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર :સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના કારણે દેશના અનેક શહેરોમાં હિંસા વ્યાપી છે પરંતુ સરકાર તો આ યોજનાને શક્ય તેટલી ઝડપથી અમલમાં લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. ઉપરાંત આ નવી યોજના માટે જરૂરી ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે.

સવારે ગૃહ મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તથા આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. ત્યારે હવે સંરક્ષણ મંત્રાલયે પણ આ યોજના માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગ્નિવીરોને રિટાયરમેન્ટ બાદ સરકાર તરફથી શું સુવિધા આપવામાં આવશે તે અંગેની જાહેરાત કરી છે.

જાહેરાત

સંરક્ષણ મંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યું છે કે, જે નવયુવાનો 4 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ બહાર નીકળશે તેમને પણ સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ જવાનોને આજીવન અગ્નિવીર તરીકે જ ઓળખવામાં આવશે.

(10:01 pm IST)