Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બિહાર રાજયમાં બે નાયબ મુખ્‍યમંત્રી સહિત ૧૦ નેતાઓને કેટેગરીની સુરક્ષા આપી : અગ્‍નીપથના વિરોધનો પગલે સરકારનું પગલુ : નોટીફીકેશન બહાર પડાયું

અગ્નિપથ યોજનાનો સૌથી વધારે વિરોધ બિહારમાં થઈ રહ્યો છે. બિહારના યુવાનો જાહેર સંપત્તિઓની સાથે હવે નેતાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. પ્રદર્શનકારી યુવાનોએ ભાજપ નેતા પર હુમલા કર્યાં હતા જે પછી સરકાર ચિંતિત થઈ છે.

કેન્દ્ર સરકારે બિહારના બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત 10 ભાજપ નેતાઓને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડીને 10 નેતાઓને વાય સિક્યુરીટી પુરી પાડવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલયના આદેશ બાદ બે ડેપ્યુટી સીએમ સહિત 10 નેતાઓને વાય કેટેગરીની સિક્યુરીટી પૂરી પાડવામાં આવી છે. વાય કેટેગરીની સિક્યુરીટી લેનાર નેતાઓમાં બે ઉપમુખ્યમંત્રી તારકેશ્વર પ્રસાદ, રેણુદેવી, બે સાંસદ, બે ધારાસભ્ય અને 3 એમએલસી સામેલ છે. બૈતિયામાં ડેપ્યુટી સીએમ રેણુદેવીના ઘર પર હુમલો
બિહારના ડેપ્યુટી સીએમ રેણુદેવીના બૈતિયામાં આવેલા ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કરીને મોટાપાયે નુકશાન પહોંચાડ્યું હતું. રેણુદેવાના પુત્રે કહ્યું કે પ્રદર્શનકારીઓના હુમલામાં અમારા ઘરને મોટું નુકશાન થયું છે. મારી માતા હાલમાં પટણામાં છે.

(10:46 pm IST)