Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચગેલા પેગાસસ વિવાદ વચ્ચે સાયબર સિક્યોરિટીના સંશોધકોએ એક નવો એન્ટરપ્રાઈઝ ગ્રેડ એન્ડ્રોઈડ સ્પાયવેર શોધી કાઢ્યો

- પ્રોફાઈલ લોકોને ટાર્ગેટ કરવા માટે હર્મિટ નામના આ વાયરસનો ઉપયોગ કરી રહી છે.

નવી  દિલ્‍હી :  ખૂબ જ ચગેલા પેગાસસ વિવાદ વચ્ચે સાયબર સિક્યોરિટીના સંશોધકોએ એક નવો એન્ટરપ્રાઈઝ ગ્રેડ એન્ડ્રોઈડ સ્પાયવેર શોધી કાઢ્યો છે. વિવિધ દેશની સરકારો હાઈ પ્રોફાઈલ લોકોને ટાર્ગેટ કરવા માટે હર્મિટ (Hermit) નામના આ વાયરસનો ઉપયોગ કરી રહી છે. એસએમએસ (SMS) મેસેજીસના માધ્યમથી મોકલવામાં આવતા આ સ્પાયવેરની મદદથી બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, માનવાધિકાર કાર્યકરો, પત્રકારો, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓ વગેરેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

 

(12:06 am IST)