Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઝારખંડના મુખ્યમંત્રીને મારી નાંખવાની ધમકી

હેમંત સોરેનને મેલ દ્વારા ધમકી મળી

રાંચી, તા. ૧૭ : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મેલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ઈ-મેલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીના ખુલાસા બાદ પોલીસ-પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. સીઆઈડીએ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ધમકી બાદથી મુખ્યમંત્રી સુરક્ષાકર્મીઓને વિશેષ સાવધાની રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે રાંચીના સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જાણકારી મળતાની સાથે સીઆઈડીએ ઈમેલ એડ્રેસનો આઈપી એડ્રેસ ટ્રેક કરી લીધો છે જેના આધારે ધમકી આપનાર શખ્સની શોધ કરવામાં આવી રહી છે. સીએમ હેમંત સોરેનને ધમકી મામલે જેએમએમએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા મનોજ પાંડેએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીની લોકપ્રિયતાથી ગભરાઈને આવીહરકત કરવામાં આવી છે. રાજ્ય સરકાર સમગ્ર કેસની તપાસકરશે.

(12:00 am IST)