Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સોલર ઓર્બિટરે કિલક કરી સૂરજની સૌથી નજીકની તસવીરો, દરેક સ્થળે આગની જવાળાઓ

પ્રોજેકટ વૈજ્ઞાનિક ડેનિયલ મુલરે કહ્યું કે ટીમે આગની આ જવાળાઓને 'કેમ્ફાયર્સ'નામ આપ્યું છે

વોશિંગટન, તા.૧૭: યૂરોપીયન અંતરિક્ષ એજન્સી અને નાસાના એક અંતરિક્ષ યાનએ સૂર્યની અત્યાર સુધીની સૌથી નજીકની તસવીરો લીધી છે, જેમાં દરેક સ્થળે અસંખ્ય આગની જવાળાઓ જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ યાન સોલર ઓર્બિટર દ્વારા લેવામાં આવેલી પહેલી તસવીરો ગુરુવારે જાહેર કરી. આ યાન ફેબ્રુઆરીમાં કેપ કેનવેરલથી રવાના થયું હતું. તેણે જયારે તસવીરો લીધી તો તે સમયે સૂર્યથી લગભગ ૭ કરોડ ૭૦ લાખ કિલોમીટરના અંતર પર એટલે કે ધરતી અને સૂરજની વચ્ચે લગભગ અડધા રસ્તામાં હતા. યાન દ્વારા લેવામાં આવેલી સૂર્યની આ તસવીરોમાં દરેક સ્થળે અસંખ્ય આગની જવાળાઓ જોવા મળી રહી છે. યૂરોપીયન અંતરિક્ષ એજન્સીના પ્રોજેકટ વૈજ્ઞાનિક ડેનિયલ મુલરે કહ્યું કે ટીમે આગની આ જવાળાઓને 'કેમ્ફાયર્સ' નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એ હજુ સ્પષ્ટ નથી કે આ કેમ્પફાયર્સ શું છે કે તે સોલર બ્રાઇટનિંગને અનુકૂળ કેમ છે.

મેરીલેન્ડના ગ્રીનબેલ્ટમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના મિશન માટે નાસાના વૈજ્ઞાનિક હોલી ગિલ્બર્ટે કહ્યું કે, સૂર્યની આ અભૂતપૂર્વ તસવીરો અત્યાર સુધીની સૌથી નજીકની તસવીરો છે જે અમને મળી છે. નાસાની એક વિજ્ઞપ્તિ મુજબ, આ તસવીરો વૈજ્ઞાનિકોને સૂર્યના વાયુમંડલીય સ્તરોને એક સાથે ટુકડા કરવામાં મદદ કરશે, તેનાથી એ સમજવું મહત્વપર્ણ રહેશે કે પૃથ્વીની પાસે અને સમગ્ર સૌર મંડલમાં અંતરિક્ષ મૌસમને કેવી રીતે ચલાવે છે.

(9:43 am IST)