Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કોંગ્રેસ નેતાનો મોટો આરોપ

રાજસ્થાન સરકારને ઘર ભેગી કરવા માટે ભાજપે એકઠા કર્યા છે ૫૦૦ કરોડ

જયપુર, તા.૧૮: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ હતું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પાડવા માટે મુંબઈમાં ૫૦૦ કરોડ રૂપિયા એકઠા કરાયા છે. આ વાતની જાણકારી મેં રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખને આપી છે.

સાવંતે શુક્રવારના રોજ જણાવ્યુ હતું કે, મને પાક્કી જાણકારી છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને ઉખાડી પાડવા માટે ભાજપ ધારાસભ્યોની ખરીદવાનો કારસો ઘડી રહ્યુ છે. જેના માટે મુંબઈમાં પૈસા પણ એકઠા કરાયા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સાવંતે જણાવ્યુ હતું કે, મને તેની જાણકારી મળી છે કે, મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને પૈસા એકઠા કરવાની જવાબદારી સૌંપાઈ છે. તથા મુંબઈના બિલ્ડરો અને ઉદ્યોગપતિ પાસેથી લગભગ ૫૦૦ કરોડ રૂપિયા એકઠા કરાયા છે. તેમણે કહ્યુ હતું કે, મેં રાજયના ગૃહમંત્રી સાથે પણ આ અંગે વાત કરી છે.

કોંગ્રેસ નેતા સાવંતે કહ્યું હતું કે, ભાજપ સતત વિપક્ષી પાર્ટીઓની સત્તાને પાડવાનું અને અનૈતિક રીતે કારસો દ્યડતા આવે છે. આ અગાઉ કર્ણાટકની કોંગ્રેસ સરકાર બાદ મહારાષ્ટ્રમાં ભાજપાએ નેતાઓનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.

(10:20 am IST)