Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

એમ્બ્યુલન્સ છે કે લોકલ બસ ! ઘેટા-બકરાની માફક એક જ એમ્બ્યૂલન્સમાં લટકતા લઈ જવાય છે કોરોનાના દર્દીઓને હોસ્પિટલ

પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ આ ઘટનાનો વિડીયો શેર કરતા સરકારો પર સવાલો કર્યા છે

હૈદ્રાબાદ, તા.૧૮: દેશમાં અને દુનિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. પરિસ્થિતી એવી થઈ છે કે, અનેક રાજયોમાં દર્દીઓની વધતી સંખ્યા અને તેની સામે સ્વાસ્થ્યની ખરાબ વ્યવસ્થા પણ અનેક જગ્યાએથી સામે આવી રહી છે. આવો જ એક તાજેતરમાં કિસ્સો સામે આવ્યો છે. જયાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓને એક જ એમ્યુલન્સમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ ગાડી એમ્બ્યૂલન્સ નહીં પણ કોઈ લોકલ બસ હોય તેમ જણાઈ રહ્યુ છે.

આ ઘટના આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લાના ટંગટૂર ગામની છે. એક કોરોનાથી સંદિગ્ધ દર્દી ઘરની બહાર રાહ જોઈ રહ્યો હતો. જયારે એમ્બ્યુલન્સ તેના દ્યરે પહોંચી તો તે જોઈને બેઘડી તો એ પણ વિચારવા લાગ્યો. જેમાં ઘેટા બકરાની માફક દર્દીઓ ભર્યા હતા. આ દર્દીને બેસવા માટે જગ્યા પણ નહોતી. ત્યારે આ દર્દીના પરિવારે તેમા બેસીને જવા માટે ના પાડી દીધી. જો કે, છેલ્લે કોઈ રસ્તો ન મળતા તેણે આ એમ્બ્યૂલન્સમાં જ જવાનો નિર્ધાર કર્યો. ગાડીનો દરવાજો પણ બંધ થતો નથી. જેથી કેટલાય દર્દીઓને લટકતા લટકતા હોસ્પિટલ જવું પડયુ.(

(10:23 am IST)