Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રક્ષામંત્રી રાજનાથસિંહ કર્યા બાબા અમરનાથનાં દર્શન : શ્રદ્ધાળુઓ માટે તૈયારીનું કર્યું નિરીક્ષણ

વાર્ષિક યાત્રા કોઈ પણ જાતની અડચણ વગર પૂર્ણ કરાવવા માટે સેના સજ્જ

નવી દિલ્હી : લદ્દાખમાં ચીન વિરુદ્ધ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથસિંહે  જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથનાં દર્શન કર્યા હતા સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કયુ હતું. રક્ષામંત્રી રાજનાથસિંહનો આ પ્રવાસ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે એક દિવસ પહેલાં જ સેનાએ કહ્યું હતું કે આતંકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

  અમરનાથ યાત્રા ૨૧ જૂલાઈએ શરૂ થવા જઈ રહી છે અને ૩ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. કોરોના વાયરસને કારણે આ વખતે અત્યતં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવાની તક અપાશે. ભારત અને ચીન વચ્ચે પાંચ મેએ થયેલી અથડામણ બાદ રક્ષામંત્રી પહેલી વખત લદ્દાખ પહોંચ્યા હતા. રક્ષામંત્રી લદ્દાખથી શ્રીનગર ગયા યાં તેઓ પાકિસ્તાન સાથે જોડાયેલી નિયંત્રણ રેખાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

 અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્રારા કાવતરું રચાઈ રહ્યાની બાતમી ગુચર તંત્રને મળી છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે વાર્ષિક યાત્રા કોઈ પણ જાતની અડચણ વગર પૂર્ણ કરાવવા માટે સેના સજ છે

(11:19 am IST)