Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બુલિયન કંપની બનાવી ૪૦૦ કરોડની ઠગાઈ કરનાર અજિત ગુપ્તા ઝડપાયો

વધુ નફાની લાલચ આપી ૬૦૦ કરોડની સંપત્તિ એકઠી કરનાર મહાઠગ ગિરફતાર : ઉત્તરપ્રદેશમાં સેંકડો લોકોને આર્થિક જાળમાં ફસાવનાર ભેજાબાજ વિદેશ મંત્રાલયના IFS અધિકારીનો પતિઃ તેના મઠ ઉપર ૫૦ હજારનું હતું ઈનામ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં એની બુલિયન નામની કંપની ચલાવીને કરોડોની ઠગાઈ કરીને લોકોને ચૂનો લગાવીને અજીત ગુપ્તા આખરે ગિરફ્તાર થયો. અજીત ગુપ્તા ઉપર ૪૦ કરોડનું કૌભાંડ કર્યોનો આરોપ છે. અજીત ગુપ્તા તેના ૨૪ ખેડૂત મિત્રોને ૪૦ ટકા વળતરની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા. અજીતે રાજધાની લખનૌ, સહીત અયોધ્યા, અમેઠી, પ્રતાપગઢ, સુલતાનપૂર, સહીત કેટલાય જિલ્લાઓમાં લોકોને ખોટી લાલચ આપીને ચૂનો લગાવ્યો છે. અજીતે આ રીતે જુદા જુદા લોકોને છેતરીને ૬૦૦ કરોડની સંપત્તિ ભેગી કરી હતી. પોલીસે અજીત ગુપ્તાને શોધવા માટે ૫૦ હાજરના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી પોલીસ છેલ્લા કેટલાક સમયથી અજીતને શોધી રહી હતી.

ખેડૂતોના કહ્યા અનુસાર આ અજીત ગુપ્તા ત્જ્લ્ અધિકારીનો પતિ છે. સાથે એ પણ જણાવ્યું કે તેમની પત્ની નિહારિકા સીંહ ભારતની વિદેશ સેવા માટે ફરજ ઉપર છે આથી તે અનેક રાજનૈતિક નેતાઓ સાથે મળતો રહેતો અબાધ સબંધોનો લાભ અજીત ખુબ લેતો અને આથી જ તે લોકો સાથે છેતરપિંડી કરી છે.આ મોટી છેતરપિંડીની વિરોધમાં રાજધાની સહીત અયોધ્યા, સુલતાનપુર, અમેઠી અને પ્રતાપગઢ માંથી પણ એફઆરઆઈ નોંધવામાં આવી હતી. ડીસીપી ઇસ્ટ શોમેન બર્માએ કહ્યું કે અજીત ગુપ્તાને પીજીઆઈ પોલીસ એ એટીએફના સહયોગથી પકડવામાં આવ્યો હતો.

 સોના, ચાંદી, નોટ, સિક્કા સાથે ધંધો કરતો હતો તે લોકોને તેની કંપનીમાં રોકાણ કરવા માટે કહેતો હતી જેના વળતરમાં ખુબ મોટી રકમ આપશે તેવી જાળ માં ફસાવતો હતો.

બુલિયન નામની કંપની ૨૦૧૦માંસ્થાપના થઈ હતી

આ કંપની એ શેર માર્કેટના એમસીએકસ, એનસીડીએકસ, બીએસઈ, એનએસઈમાં પણ નોંધવામાં આવી હતી. એની માર્કેટિંગ સોલ્યુશન નામની કંપનીએ ૨૦૧૬માં પતંજલિ સ્ટ્રોર સાથે પણ જોડાણ કર્યું હતું.

અજીતે વધુને વધુ પૈસાની છેતરપિંડી કરવા માટે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ જંપલાવ્યું હતું. અજીતે પોતાની કંપનીની ઓફિસ ધીમે ધીમે દરેક સેન્ટરોમાં ખોલી હતી.

(3:21 pm IST)