Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

આંખની સર્જરીના કારણે નહિ થાય કોરોના

iiscના વૈજ્ઞાનિકોએ સંશોધન કરી દૂર કર્યો ભ્રમ : વૈજ્ઞાનિકોએ મોતિયો અને લેસીક ઓપરેશન કરી દાખલો બેસાડયો

રાજકોટઃ કોરોનાના સમયમાં લોકોમાં જે ભય વ્યાપી ગયો છે તેને પગલે લોકોને ડોકટર પાસે જવાની પણ બીક લાગી રહી છે ત્યારે IISCના વૌજ્ઞાનિકોએ એક ખાનગી હોસ્પિટલ સાથે માણસ અને પશુઓની આંખની સર્જરી કરવામાં આવી હતી આ ઓપરેશન માં એ વાત સાબિત કરવામાં આવી છે કે કોરોનનું સંક્ર્મણ ઓપરેશન દરમ્યાન ડોકટરોને નથી જેથી લોકોનો ભય દૂર કરી શકાય આ વૈજ્ઞાનિકોએ એક બંધ રૂમના આ મોતિયાનું અને લેસિક ઓપરેશન કરીને આ એક નવો દાખલો બેસાડ્યો હતો.

આ ઓપરેશન દરમ્યાન ખાસ આ વાત ધ્યાને લેવામાં આવી કે આ ઓપરેશન માં સંક્ર્મણ માટેનો ખતરો કયાં સુધી થઇ શકે છે! જેના માટે આ વૈજ્ઞાનિકોએ હાઈસ્પીડ ઇમેજિંગ અને આયરોડાયનામિકસ મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેમેરા ઉપર ચાટવામાં આવેલી માઈક્રો છાંટને જોવા માટે શેડોગ્રાફી ટેકિનકથી જોવામાં આવી હતી જેમાં સંક્ર્મણ માટેની શકયતા કેટલી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને પરિણામ સ્વરૂપ એ વાત ધ્યાને આવી હતી કે આંખોના ઓપરેશન દરમ્યાન ચિકિત્સકને અને દર્દીને સંક્ર્મણ થવાની શકયતા નથી.

વૈજ્ઞાનિકોના તારણો આ સર્જરી  દરમ્યાન વૈજ્ઞાનિકો એ જે તારણો આપ્યા છે

. તે આ મુજબ છે ઓપરેશન દરમ્યાન ઉપયોગમાં આવતા પ્રવાહીની છાંટનો આકાર ૯૦ માઈક્રોમીટરથી ઓછો હતો.

. સંક્ર્મણ હવામાં ફેલાતું નથી તેની સૂક્ષ્મ છાંટ પણ જોખમકારક  નથી.

. આ અભ્યાસ માટે ફેંકો મશીન અને લેસિક ગ્લુકોમા સારવાર મશીનનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં આવી હતી.

(3:26 pm IST)