Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

લડાખ સરહદે ચીનને પરત ફરવું જ પડશે

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સેના પ્રીતનિધીઓએ લડાખમાં પોતાની સરહદોએથી સૈનિકો અને સાધન સરંજામને પાછા હટાવવા અને તંગદીલી ઘટાડવા બાબતે લગભગ ૧૪ કલાક વાતચીત થઇ હતી. આ વાતચીત પછી ભારતીય સેનાએ કહ્યું કે ભારત અને ચીન સેનાને સંપૂર્ણપણે હટાવવા પ્રતિબંધ છે.

સેનાના પ્રવકતા કર્નલ અમન આનંદે કહ્યું કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉભી થયેલી પરિસ્થિતિના સમાધાન માટે સેના અને કૂટનીતિક ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પીપલ્સ લીબરેશન આર્મીના કમાંડર્સ અને ભારતીય સેના વચ્ચે ચુશુલમાં ભારતની હદમાં ચોથા તબક્કાની મીટીંગ થઇ હતી.

તેમણે આગળ કહ્યું કે બંને પક્ષો સંપૂર્ણપણે સૈનિકોને હટાવવા બાબતે પ્રતિબધ્ધ છે. આ પ્રક્રિયા જટીલ છે અને તેના પર સતત ધ્યાન આપવાની જરૂર છે. અને કૂટનીતિક અને સૈનિક સ્તરે નિયમીત મીટીંગો કરીને તેમાં આગળ વધી રહ્યા છીએ.

(3:28 pm IST)