Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કોરોના મહામારી વચ્ચે ચીને મંગળ મિશન આરંભ્યું

૨૦૧૧માં મળેલ નિષ્ફળતા પછી ફરી પ્રયાસ : 'તિયાન્વેન-૧' નો ઉદેશ્ય વૈજ્ઞાનિક આંકડા મેળવવાનો : હાલ મંગળ મિશનના અભિયાનોમાં અમેરીકા અને રશિયા પછી ચીન ત્રીજુ જોડાયુ છે : અમેરિકા ૩૦ જુલાઇથી ૧૫ ઓગષ્ટ વચ્ચે અને રશિયા ૨૦ જુલાઇએ યાન મોકલશે

બેઇઝીંગ તા. ૧૮ : કોવિડ-૧૯ મહામારી વચ્ચે ચીને તેના પ્રથમ મંગલ અભિયાન અંતર્ગત એક રોવર મોકલવાની તૈયારી આરંભી છે. આ માટે 'લોગ માર્ચ-પ' રોકેટને પ્રક્ષેપણ સ્થળ ઉપર લાવવામાં આવ્યુ છે. 'તિયાનવેન-૧' નામથી ચીનનું આ મંગલ અભિયાન આગામી ત્રણ અભિયાનોમાંનું એક છે. જેમાં એક અમેરીકા અને એક સંયુકત અરબ અમીરાતનું મિશન છે.

લોગ માર્ચ-૫ રોકેટ ચીનનું સૌથી ભાર વાહક પ્રક્ષેપણ યાન છે. તેનો ત્રણ વખત પ્રયોગ આ પહેલા થઇ ચુકયો છે. પરંતુ તેના પર પૈલોડ કયારેય થયેલ નહીં. ચીનના આ પ્રથમ મંગલ અભિયાનનો ઉદેશ્ય વૈજ્ઞાનિક આંકડા મેળવવા લાલ ગ્રહ (મંગળ) પર રોવર ઉતારવાનો છે.

ચીની રાષ્ટ્રીય અંતરીક્ષ પ્રશાસનના હવાલાથી સરકારી મીડિયા દ્વારા મોકલાતી ખબરો મુજબ રોકેટ જુલાઇ કે ઓગષ્ટના અંતમાં હૈનાન પ્રાંતના દક્ષિણી દ્વીપ સ્થિત વેંચાંગ અંતરીક્ષ પ્રક્ષેપણ કેન્દ્રમાંથી પ્રક્ષેપિત કરવામાં આવનાર છે. ચીનના આ અભિયાનને અંતરીક્ષ કાર્યક્રમોમાં સર્વાધિક મહત્વાકાંક્ષી માનવામાં આવી રહ્યુ છે.

કોરોના વાયરસ મહામારી વચ્ચે આ અભિયાન શરૂ કરાયુ છે. જો કે યુરોપ અને રૂશે મંગલ પર આ વર્ષની ગરમીઓ પોતાનું રોવર મોકલવાની યોજના સ્થગિત કરી દીધી છે. અમેરીકા મોટરકારથી મોટા આકારના રોવરને મોકલી રહ્યુ છે. જેનું નામ 'પરજરવેંસ' છે. અહીં તે ખડકના નમુના લઇને વિશ્લેષણ માટે ધરતી પર મોકલશે. આ પ્રક્ષેપણ ૩૦ જુલાઇથી ૧૫ ઓગષ્ટની વચ્ચે થશે.

જયારે સંયુકત આરત અમિરાતનું 'અમાલ' કે 'હોપનામ' અંતરીક્ષ યાન એક આર્બીટર છે જેને યુનિવર્સિટી ઓફ કોલેરૈડો બોલ્ડરના સહયોગથી બનાવવામાં આવેલ છે. તે ૨૦ જુલાઇના સોમવારે જાપાનથી પ્રક્ષેપિત કરાય તેવી તૈયારીઓ છે. આ અરબ જગતનું પહેલુ અંતર ગ્રહીય અભિયાન હશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અમેરીકા એકમાત્ર એવો દેશ છે કે જેણે મંગળ પર સફળતા પૂર્વક અંતરીક્ષ યાન ઉતારેલ છે. અને આ કમાલ તેણે આઠ વખત કરી છે. નાસાના બે લૈંડર 'ઇન્સાઇટ' અને 'કયયુરીયોસીટી' ત્યાં સંચાલિત થઇ રહ્યા છે. છ અન્ય અંતરીક્ષ યાન મંગળની કક્ષામાં લાલ ગ્રહની તસ્વીર લઇ રહ્યા છે. જેમાં અમેરીકાથી ત્રણ, યુરોપીય દેશોમાંથી બે અને ભારતથી એક છે. ચીને આ પહેલા રૂશના સહયોગથી  ૨૦૧૧ માં પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ રહ્યો હતો.

(3:29 pm IST)