Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૧ના મોતઃ નવા ૩૪ હજાર કેસ

નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં ૩૩,૯૫૯ કેસ નોંધાયા છે, જેની સામે ભારતમાં ૩૪,૮૦૦થી વધારે કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૧ લોકોના મોત થયા છે અને ૩૪,૮૮૪ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦,૩૮,૭૧૬ પર પહોંચી છે અને ૨૬,૨૭૩ લોકોના મોત થયા છે. ૬,૫૩,૭૫૧ લોકો સાજા થઈ ગયા છે અને ૩,૫૮,૬૯૨ એકિટવ કેસ છે.

(3:31 pm IST)