Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશના ફોટાઓ દૂર કરાયા : પ્રણાલીનો ભંગ

વોશિંગટન : અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા જ શરૂઆતમાં આવતા એક રૂમમાં ટીંગાતાં પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશના ફોટાઓ ટ્રમ્પ વહીવટી તંત્રએ દૂર કર્યા છે.જે પ્રણાલિકાના ભંગ સમાન ઘટના ગણવામાં આવે છે.
જોકે આ રૂમની મુલાકાતે પ્રવાસીઓ બહુ ઓછા આવે છે.આ રૂમમાં વધારાનું ફર્નિચર અને સમાન રાખવામાં આવે છે.ત્યાંથી આ ફોટાઓ દૂર કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)