Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

આ મુસ્લિમ દેશ છે : અહીંયા ગણેશની મૂર્તિ વેચી ન શકાય : બહેરિનના સુપર માર્કેટમાં બુરખો પહેરેલી બે મહિલાઓએ મૂર્તિઓ તોડી નાખતા હંગામો : બંને મહિલાઓ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ

મનામા : બહેરિનની રાજધાની મનામામાં આવેલા સુપર માર્કેટમાં ગણેશજીની મૂર્તિઓ  જોઈને  બુરખો પહેરેલી બે મહિલાઓ ઉકળી ઉઠી હતી.અને ગણેશજીની મૂર્તિઓની તોડફોડ કરવા લાગી હતી.આથી આ બંને મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જે બાબતની સરકારે પુષ્ટિ કરી છે.
હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવતી આ ઘટનાના ભારે પ્રત્યાઘાત પડ્યા છે.તેમજ આ ઘટનાનો વિડિઓ પણ સોશિઅલ મીડિયામાં વાઇરલ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુઓના તહેવાર ગણેશ ચતુર્થીને અનુલક્ષીને સુપર માર્કેટમાં ગણેશજીની મૂર્તિઓ વેચવા મુકાઈ હતી.જેને જોઈને આ બંને મહિલાઓએ મૂર્તિઓ ઉપાડી લઇ ફ્લશ ઉપર ઘા કરવાનું શરૂ કરી દીધું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)